Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
શનિ જન્મોના અપરાધોને સુધારીને આપે છે મુક્તિનો અવસર, શનિથી નહિં પણ કર્મોથી ડરો
શનિ તમારા ખરાબ ખરાબ કર્મોનો ભોગવટો કરાવીને તેમાંથી મુક્તિ આપે છે તમને અચ્છાઈના માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે. આ પાછળ તેમનો ઉદેશ્ય વ્યક્તિના પરમ કલ્યાણનો હોય છે. આથી જ શનિને આધ્યાત્મિકતાનો કારક, ન્યાયપ્રિય અને પરમ હિતેચ્છુ માનવામાં આવે છે. કહેવાય છે કે જેની કુંડળીમાં શનિ સારો હોય તે અતિ આગળ આવે છે. જન્મજન્માંતરની તપસ્યા અને સદ્કર્મના ફળ રૂપે કુંડળીમાં શનિ શુભ બને છે. તેના પ્રભાવથી વ્યક્તિ વિશેષ સ્થાન ભોગવે છે.
કહેવાય છે કે શનિ જે વ્યક્તિઓ કર્મ કરવામાં ધ્યાન ન રાખે તેને માયા અને અવિદ્યામાં લપેટીને પ્રભાવિત કરે છે. તેઓ ખરાબ કર્મોમાં ઓતપ્રોત થઈ જાય છે. અને તપ અને ઈશ્વર આરાધનાથી વિમુખ થઈ જાય છે. ઈશ્વરની તપસ્યા ત્યારેજ કરી શકાય છે જ્યારે શનિદેવની કૃપા હોય. જ્યોતિષશાસ્ત્રની કુંડળીમાં દ્રેષ્કાણ કુંડળી જોવામાં આવે છે. જેમાં શનનિ અને ચંદ્રમાં એક બીજાને જોતાં હોય તો વ્યક્તિ ઉચ્ચ કોટિના સંત બને છે. એવું પણ માનવામાં આવે છે કે શનિની કૃપા હોય તો તપસ્યા કરવાનું બને અને શનિની કૃપા હોય તો જ તપસ્યા સફળ થાય.
શનિ વ્યક્તિને તપાવે છે. અનેક કષ્ટો આપે છે પછી થાકી જાય ત્યારે તેના પર પોતાની કૃપા દ્રષ્ટિ નાંખે છે. વ્યક્તિને સન્માર્ગે લઈ જાય છે. શનિનું લક્ષ્ય વ્યક્તિને દુઃખી કરવાનું નહિં પણ સન્માર્ગે લઈ જવાનું હોય છે. સોનું જેમ તપીને વધું શુદ્ધ બને છે તેમ શનિ પણ વ્યક્તિને વધું શુદ્ધ અને સાત્વિક બનાવે છે.
પદ્મ પુરાણમાં રાજા દશરથના માધ્યમથી જણાવાયું છે કે શનિ તપ કરવા માટે મનુષ્યને જંગલમાં પણ પહોંચાડી દે છે. પણ તે તપમાં મગ્ન થઈને માયાના મોહમાં ન ફસાય તો શનિ તેની સહાયતા કરે છે. તમામ કષ્ટો દૂર કરી દે છે. એટલું જ નહિં ઈશ્વરનો સાક્ષાત્કાર પણ કરાવી દે છે. જો શનિ કુપિત હોય તો તેને એટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે ન પૂછો વાત…
આ વર્ષે શનિ છે ધન રાશિમાં
વર્ષ 2020 24મી જાન્યુઆરી 2020 સુધી અસ્ત રહેશે. 24મી જાન્યુઆરી 2020ના દિવસે સવારે 10.03 મિનિટે ધન રાશિમાંથી પરિવર્તિત થઈને મકર રાશિમાં પ્રવેશી જશે..
શનિની આ ખાસિયતોને કારણે જ જેની કુંડળીમાં શનિ ઉચ્ચનો કે સ્વગૃહિ થતો હોય તેને શનિની પનોતી કે ઢૈયા નડતી નથી. ઉલ્ટાનું આ સમયગાળામાં આ લોકોને કોઈ વિશેષ સફળતા કે પ્રગતિ કે સિદ્ધિ મળતી હોવાનું જોવા મળ્યું છે. માટે જે લોકો સારા કર્મો કરે છે તેને શનિથી ડરવાની જરૂર નથી. શનિથી નહિં પણ તમારા કર્મોથી ડરો.