.....#..... સામવેદ.....#......
ચાર વેદ પૈકીનો ત્રીજો વેદ છે "સામવેદ"...
સામવેદ શબ્દ એ સંસ્કૃતના શબ્દો,
साम(ગાન/ગાયન/ગીત),
वेद(જ્ઞાન)નો બનેલો છે.
સામવેદમાં રાગમય રુચાઓનું સંકલન છે.
૧૮૨૪ મંત્રોના આ વેદમાં ફક્ત ૭૫ મંત્રો જ નવા છે, બાકીના બધા જ મંત્ર ઋગ્વેદનાં મંત્ર છે...
તો ટૂંકમાં એમ કહી શકાય કે "ઋગ્વેદ"ના મંત્રોનું ગાયન સ્વરુપ એટલે "સામવેદ ".
જેમને મંત્રો બોલતા આવડે એ "ઋગવેદ" જપે, અને એજ મંત્રોને જે ગાઇ રહ્યો હોય એ "સામવેદ" ગાઇ રહ્યો છે એમ કહેવાય...
બંન્ને વેદોમાં કોઇ અંતર નથી.
ટૂંકમાં એમ કહી શકાય કે "સામવેદ" એ "ઋગવેદ " નું ગાયન સ્વરુપ.
પૂર્વ મીમાંસામાં મહર્ષિ જૈમિનિએ કહ્યું છે -
"गीतेषु सामाख्या।। "
અર્થાત ઋગ્વેદના મન્ત્ર જ્યારે ગાન વિદ્યાના નિયમાનુસાર ગાવામાં આવે છે,ત્યારે એને ‘સામ’ કહે છે. માત્ર મન્ત્રોને સામ ન કહેવાય. નિયમાનુસાર ગાવામાં આવેલ મન્ત્ર ‘સામ’ કહેવાય છે. આદિત્ય ઋષિએ ઋગ્વેદના મન્ત્રોને ગાનવિદ્યા અનુસાર સ્વર, તાલ દ્વારા યોગ્ય બનાવ્યા. એજ "સામવેદ" કહેવાયો. જેમ કે સામવેદનો પહેલો મન્ત્ર છે -
"अग्न आयाहि वीतये।
गृणानो हव्य दातये।
निहोता सत्सि बर्हिषि।।"
આ મન્ત્ર મૂળતઃ ઋગ્વેદના છઠ્ઠા મંડલના સોળમાં સૂક્તનો દસમો મન્ત્ર છે. બંને વેદમાં એક જ શબ્દ છે. એક જ ઋષિ અર્થાત ભરદ્વાજ-બાર્હસ્પત્ય, એક જ દેવતા અગ્નિ છે. એક જ છન્દ ગાયત્રી છે. ઉદ્દાત, અનુદાત્ત અને સ્વરિત સ્વર પણ એક જ છે. અર્થાત ઋગ્વેદમાં જે ઉદ્દાત્ત છે એજ સામવેદમાં પણ ઉદ્દાત્ત છે. જે ઋગ્વેદમાં અનુદાત્ત છે એ સામવેદમાં પણ અનુદાત્ત છે. જે ઋગ્વેદમાં સ્વરિત છે એ સામવેદમાં પણ સ્વરિત છે. માત્ર લેખન શૈલીમાં ભેદ છે. ઋગ્વેદમાં આડી અને ઊભી લીટીઓમાં સ્વર-ચિન્હો બતાવવામાં આવ્યા છે. સામવેદમાં ૧,૨,૩ આદિ અંક આપવામાં આવ્યા છે. મન્ત્ર એક જ છે, પરન્તુ સામવેદમાં ગાવાનો પ્રકાર જુદો છે. એના નામ છે -રથન્તર, બૃહત્ સામ, વૈરૂપ સામ,વૈરાજ સામ, શંકર સામ,રૈવત્સામ.
ગાવાની શૈલીનું નામ સામ છે.
જે ઋગ્વેદની ઋચાનું એ સામ ગાન ગાવામાં આવે છે એ ઋગ્ એ સામની ‘યોનિ’ કહેવાય છે. એટલે એમ ન માનવું જોઈએ કે ઋગ્વેદ જુદો છે અને સામવેદ જુદો.
જે લોકો ઋગ્વેદને વાંચતા હતા તેઓ ગાતા નહોતા, તેઓ "ઋગ્વેદીય" કહેવાયા.
જે ગાયન જાણતા હતા તેઓ "સામવેદીય" કહેવાયા.
ઇતિ "સામવેદ" પરિચય સંપૂર્ણ:
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર...