મારો મુજરો લ્યોને રાજ! સાહિબ! શાંતિ સલૂણા!
અચિરાજીના નંદન તોરે,દરિસણ હેતે આવ્યો;
સમકિત રીઝ કરોને સ્વામી,ભકિત ભેટણું લાવ્યો....
મારો મુજરો લ્યોને રાજ..
દુ:ખભંજન છે બિરૂદ તમારૂં,અમને આશા તુમારી;
તુમે નિરાગી થઇને છૂટો ,શી ગતિ હોશે અમારી ?
મારો મુજરો લ્યોને રાજ..
કહેશે લોક ન તાણી કહેવું,એવડું સ્વામી આગે;
પણ બાળક જો બોલી ન જાણે,તો કિમ વ્હાલો લાગે??
મારો મુજરો લ્યોને રાજ...
મ્હારે તો તું સમરથ સાહેબ,તો કિમ ઓછું માનુ ?
ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું,તેહને કામ કિશ્યાનું??
મારો મુજરો લ્યોને રાજ...
અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ,મોહ તિમિર હયુઁ જુગતે ;
વિમલવિજય વાચકનો સેવક ,"રામ" કહે શુભ ભગતે..
મારો મુજરો લ્યોને રાજ! સાહિબ! શાંતિ સલૂણા !