આ કુદરતની કરામત તો જૂઓ,
કયારેક ગમતી તો કયારેક અણગમતી.
કયારેક મન તેનામાં ખોવાતુ તો,
કયારેક અતિરેક લાગતુ.
દરેકનું પોતાનુ આગવુ સૌંદર્ય,
પછી ભલે હોય તેનુ સ્વરૂપ અનોખુ.
દરેકના બે વિરોધી પાસા એકબીજાથી,
છતા બંનેનુ પોતપોતાનું આગવુ મર્મ.
પારખી શકો તો જ,
જો હોય પારખુ નયન.