# face
રૂપકડા ચહેરાની આખી દુનિયા દીવાની છે
પણ મનના ઉજાસ ને તો કોઈકે જ પહેચાણી છે
આંખો પર ક્લિયર કાચ તણા ચશ્મા છે
છતાં પણ લાગણીઓ વાંચવામાં અભણ છે..
આખી દુનિયાને બીલ્લોરી કાચ થી જુએ છે
જ્યાં ખુદને જ્યાં પિછાણી શકવામાં અસમર્થ છે..
ચહેરા અશ્રુઓ ને લુછવા શક્ય છે વ્હાલા પણ
અંતરમાં વહી જતા અશ્રુની ધાર લૂછવી અશક્ય છે ..
વેદનાના વૃક્ષ કેરા જડતા નથી ક્યાંય વિસામાં
આછેરી કૂપણ ના વરખ મુખે મેં ચડાવ્યા છે ..
ભાવના (ભાવુ) જાદવ.