#સજાવટ
સજાવટ ની આ દુનિયામાં સાદગી લઈને ફરું છું
ઈચ્છા ની ડેલી પર ચાતક બનીને ટહુકુ છું...
ઊંચી આલીશાન આ ઇમારતો માં
કંઈક અરમાન દબાતા જોઉં છું...
ખૂણે ખૂણે વ્યાપ્યું હે એકાંત જો'ને
અવિરત આ એકાંતને ખાળવા મથું છું..
તારા રૂપ તણી વસંત ને પામવા
પાનખરનો ફકીર થયીને ફરું છું...
અદબ ને તહેજીબ નો જમાનો છે ભાઈ
છતાંય એમાં સરળ થઈને રહુ છું...
સંબંધો ની મીઠી ફોર્મલાઈટી માં
નજીવી લાગણીઓને વહેતી કરું છું...
તપતિ ધરતી પર વરશે કોક'દી વાદળ
રણમાં પણ એની યાદોની ભીનાશ તળે ઠરુ છુ...
મળશે કોઈ તો રસ્તે એના એંધાણ
" ભાવુ" એક જ આશ લઈને ફરું છું..