હોળી...આઇ રે....ધુળેટી આઇ રે.
આજે હોળી પછી ધુળેટીનો પવિત્ર દિવસ હતો...
સૈ કોઇ લાલ, લીલા, પીળા, ભૂરા, રંગોથી હર્ષ ભેર રંગે રમ્યા...હશે
કોઇ રંગે રમતા રમતા આનંદે હસ્યા પણ હશે તો કોઇ રંગે રમતા રમતા અંદરો અંદર લડ્યા પણ હશે!
કારણ કે ઘણા લોકોને પોતાના કિંમતી કપડાં રંગોથી બગડે તે પસંદ હોતું નથી તો ઘણા ખરા લોકો તો સવારથી જ પેટીઓમાં કે તિજોરીમાં મુકેલા જુના કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળ્યા હશે...
ભાઇ ધુળેટીનો દિવસ છે માટે રંગથી કપડાં તો સહેજ બગડવાના જ હોય તેથી કોઇની ઉપર ગુસ્સે કે નિરાશ ના થવાય!
આવા તહેવારે તો દુશ્મન પણ રંગે રમતા રમતા દોસ્ત બની જાયછે પણ કયારેક રંગે રમતા તો દોસ્ત પણ દુશ્મન બની જતો હોયછે.
ચાલો આજનો રંગબેરંગી ધુળેટીનો દિવસ તો પુરો થઇ ગયો સૈ કોઇ રંગે રમી રમીને કદાચ થાકેલા હશે તો તેઓને જરા મારા તરફથી...
સ્નેહ પૂર્વક...શુભ રાત્રી🙏