ભીષ્મ પિતામહે આપ્યો છે આ મંત્ર, દરેક યુગમાં નિવડે છે ચમત્કારી
ભારતીય સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલનહાર તરીકે ભગવાન વિષ્ણુનું સ્થાન અદ્વિતિય છે. તેમની પૂજા કરવાથી આપણે પણ આપણા પરિવારના તેમજ સમાજના પાલનહાર થવામાં સફળ નિવડીએ છીએ. કહેવાય છે તે વિષ્ણુ ભક્તો ક્યારેય દ્રરિદ્રી નથી હોતાં. ભગવાન વિષ્ણુનો એક ખાસ મંત્ર છે તેનો મહિમા ભીષ્મ પિતામહે ગાયો છે.
મંત્ર
नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे।
सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:।।
દરેક સમસ્યામાંથી મુક્ત થવા અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સવારે તેમજ સાંજે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રની મહિમાનું વર્ણન ભીષ્મ પિતામહે પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતુ કે આ મંત્ર દરેક યુગમાં પ્રભાવી રહેશે. આ મંત્રના રોજ 1000 જાપ કરનાર વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ ઉપરાંત રોજ તેની એક માળા કરવાથી વિષ્ણુ સહસ્ત્રનામ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરનાર, મહાદેવ સંહારક અને ભગવાન વિષ્ણુ વિશ્વના પાલનહાર કહેવાય છે. શાસ્ત્રોમાં વિશ્વના પાલનહાર એવા ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્વ દર્શાવ્યું છે. તેમની પૂજામાં સૌથી વધારે પ્રભાવશાળી વિષ્ણુ સહસ્ત્રનામને માનવામાં આવે છે. આ પાઠમાં ભગવાન વિષ્ણુના એક હજાર નામનું વર્ણન કરવામાં આવ્યું છે.
માનવામાં આવે છે કે આ પાઠ વાંચનાર તેમજ સાંભળનારની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ સ્ત્રોત સંસ્કૃતમાં હોય છે. જો કે બધા જ લોકો માટે આ પાઠ કરવો શક્ય નથી હોતો, પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ વિષ્ણુ કૃપાથી વંચિત રહી જાય. વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખાસ મંત્રનો જાપ પણ કરી શકાય છે.