સાંજની પૂજા કરો આ રીતે નહિં તો પુણ્ય મળવાને બદલે લાગશે દોષ
આપણા હિંદુ ધર્મમાં સાંધ્ય પૂજા કે સંધ્યા કે સંધ્યા આરતીનું વિશેષ મહત્વ હોય છે. સાંજે મંદિરમાં થતો ઘંટારવ મનને શાંતિનો અનુભવ કરાવે છે. રોજ સવારે પૂજા કરવી જોઈએ તેવું શાસ્ત્રમાં વિધાન છે તો સાંજની પૂજા પણ એટલાં જ ભાવથી કરવામાં આવે છે. સામાન્યરીતે ભારતભરમાં પૂજા કરવાના રીત-રીવાજ અલગ અલગ હોય છે પરંતુ પૂજા તો ઘરમાં ઘરમાં સવારે તેમજ સાંજે થતી જ હોય છે. વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને સમજ અનુસાર ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાન પણ તેના ભક્તની દરેક ભુલને માફ કરીને પણ તેની પૂજા સ્વીકારે છે. જો તમે સાંજની પૂજા કરતાં હોય તો જાણી લો તે વિશેના નિયમો.. કારણ કે કેટલાંક નિયમો એવા પણ છે જેનું પાલન કરવું જ જોઈએ. આ નિયમનો ભંગ થાય તો ભગવાનને કષ્ટ પડે છે. ચાલો આજે જાણી લો આવા મહત્વના નિયમો વિશે.
સૂર્યોદય થતાં જ ઘરમાંથી મધુર ભજન, ઘંટડી તેમજ શંખના અવાજ સંભળાવા લાગે છે. ભગવાનને રાત્રિના વિશ્રામ પછી જગાડવા માટે ઘંટડી વગાડવામાં આવે છે. ત્યારબાદ આરતી વખતે પણ ઘંટડી તેમજ શંખ વાગે છે. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાતાવરણ પવિત્ર બને છે. પરંતુ આ ઘંટડી અને શંખ સંધ્યા સમયે ન વગાડવા, સવારે શુભ ફળ આપતી આ ક્રિયા સંધ્યા સમયે કરવામાં આવે તો અશુભ ફળ મળે છે. કારણ કે સંધ્યા સમય ભગવાનનો વિશ્રામ કરવાનો સમય હોય છે.
આ સિવાય સાંજની પૂજા કરતી વખતે ભગવાનનો ફુલ પણ ન ચડાવવા. જો ભગવાન પર ફૂલો હોય તો તેને ઉતારી લેવા શાસ્ત્રોમાં સૂચન કરવામાં આવ્યું છે. વનસ્પતિને સંધ્યા સમયે ન તોડવી કે ન અડકવું ન જોઈએ. તેવો પણ નિયમ છે. એવું માનવામાં આવે છે. ભગવાન પર પણ સંધ્યા સમયે કોઈ વસ્તુનો ભાર ન રાખવો. તેથી તેમના પર ફુલ ન ચડાવવા, ઉપરાંત સવારની પૂજામાં ચડાવેલા ફુલ પણ સાંજે ઉતારી લેવા જોઈએ.
સંધ્યા સમયે મંદિરમાં તુલસીના પાન પણ ન ચડાવવા આમ કરવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. આ સિવાય સંધ્યા સમયે સૂર્ય પૂજા કે તેના મંત્રનો જાપ પણ ન કરવો.
સંધ્યા ટાળે અવશ્ય દીવા કરવા. હમેંશા ઓછામાં ઓછા બે દીવા કરવવા. અગરબત્તી કે ધૂપ કરવો. આરતી કરવી. મંત્ર જાપ કરવો. જો આ નિયમોનું પાલન કરીને સંધ્યા પૂજન કરવામાં આવે તો તે ઉત્તમ ફળની પ્રાપ્તિ સાથે પરિવારને દીર્ધાયુ બનાવે છે.