પરોઢિયે ચકલી નું ચીં ચીં ને
કોયલ નો ટહુકાર ગમે છે
શબનમ ભીનું બિંદુ ને
શીત પવન ની લહેર ગમે છે
ફાગણ માં ખીલતાં ફુલ ને
સાવન નો વરસાદ ગમે છે
હોળી, ધુળેટી નો ગુલાલ ને
દિપાવલી નો ઝગમગાટ ગમે છે
શીશુ નું મીઠું સ્મિત ને
કિશોર નો થનગનાટ ગમે છે
કંગન નું ખનકવું ને
ઝાંઝર નો ઝણકાર ગમે છે
પિતા ની કઠોરતા ને
માતા નો દુલાર ગમે છે
મિત્રો સાથે નો "વિનોદ" ને
ભાઈ બહેન નો પ્યાર ગમે છે
સંસાર સુખ દુઃખ ભુલી ને
જીવન નો પડકાર ગમે છે
મોત આવવું તો નિશ્ચિત છે
ત્યાં સુધી
મોજ મસ્તી થી જીવવા નો આશાવાદ ગમે છે
☺️ વિનોદ ☺️