હનુમાનજી કરે છે દરેક સમસ્યાઓને દૂર, પણ કરવી જોઈએ ભક્તિ આ રીતે
જીવન એટલે સમસ્યાઓ તો હોય જ . એમાં કશું નવું નથી. જો કે અનેક સમસ્યાઓ એવી હોય છે કે તેનું સમાધાન શોધવા છતાં વ્યક્તિને કોઈ રસ્તો મળતો નથી. તે સમસ્યાઓથી છૂટવા તમામ પ્રયાસો કરે છે પણ કર્મ ફળે તેને ભોગવવા સિવાય કોઈ આરો હોતો નથી. જો તમે પણ આવી સ્થિતિ મહેસૂસ કરતાં હોય તો હનુમાનજીની ભક્તિ અને પૂજા કરો, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે તેમની કૃપાથી…
હિંદુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પર કોઈ ભૂત કે કોઈ પ્રેતનો સાયો હોય તો પણ હનુમાનજીની ઉપાસના ફળે છે. જો કે આ વાતે નિવારણ માટે તમારે હનુમાનજીની સાધના કરવી જોઈએ કે કેટલાંક હનુમાનજીના મંત્રો કરવા જોઈએ. કહેવાય છે કે આ મંત્રોનું જો યોગ્ય ઉચ્ચારણ કરવામાં આવે તો તમામ મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે.
ભૂત પ્રેત જેવી સ્થિતિથી પીડિત વ્યક્તિ મહાબલી શ્રી બજરંગ બલીના મંદિરમાં જઈને શ્રી બજરંગબલીને ગદા અને પગેથી સિંદૂર લઈને તેનો ટીકો તમારા કપાળમાં કરો. તે પછી નીચે આપેલા મંત્રના 108 જાપ કરો. એક ગ્લાસ પાણીથી અભિમંત્રિત કરો. આ પાણી પ્રેત કે ભૂત પીડિત વ્યક્તિ પર થોડું છાંટો તેમજ થોડું ઘરમાં ચારેય દિશામાં છંટકાવ કરો. પછી વધે એ તેને પીવડાવી દો.
મંત્રઃ
ૐ હનુમન્નંજની સુનો વાયુપુત્ર મહાબલઃ અક્સ્માદાગતોત્પાત નાશ્યાશુ નમોસ્તુતે |
ૐ હનુમને રિદ્રાત્મકાય હું ફટ |
ધન પ્રાપ્તિ માટે શનિવારે 108 વાર નીચે લખેલા મંત્રનો જાપ કરો.
ૐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે |
તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ માટે શનિવારે સવારે વહેલાં ઉઠીને 4વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે બજરંગ બલીના મંદિરમાં જઈને ત્યાં લાલ ઉનના આસન પર બેસીને ઉપર બતાવેલા મંત્રો 1100 વાર જપો. તે પછી 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ૐ નમો હનુમતે રિદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય સમદૂતાય સ્વાહા |