Money Line Signs of Wealth and Money in Palmistry
હથેળીમાં 10માંથી એક નિશાન હશે તો અચાનક ધનવાન બની જશો
વ્યક્તિની હસ્ત રેખાઓમાં અનેક ગુઢ રહસ્યો છૂપાયેલા છે. આ રેખાઓમાં વ્યક્તિના સ્વાસ્થ્ય, સંપત્તિ અને ભવિષ્ય વિશે દરેક બાબત છૂપાયેલી હોય છે. અહીં અમે તમને એવી 10 બાબતો જણાવીશું જે વ્યક્તિને અચાનક ધનલાભ કરાવે. જો કોઈ વ્યક્તિને આ 10 બાબતમાંથી એક વસ્તુ તેની હથેળીમાં હશે તો તેને ધનવાન બનતા કોઈ રોકી શકશે. નહીં.
1. ચંદ્ર પર્વત-ભાગ્ય રેખા ચંદ્રપર્વત પરથી શનિપર્વત સુધી જાય તો અચાનક ધન પ્રાપ્તિ થશે.
2. શનિપર્વત- પર ત્રિકોણનું નિશાન જોવા મળે તો વ્યક્તિને 45 વર્ષ બાદ અચાનક ધન પ્રાપ્તિ થશે.
3. જીવન રેખાથી કોઈ રેખા ગુરુપર્વત તરફ જાય તો વ્યક્તિને અચાનક ધનલાભ થશે.
4. મસ્તિક રેખામાંથી નિકળીને કોઈ રેખા શનિ પર્વત તરફ જતી હોય તો તમારા માટે તે જોરદાર સાઈન હશે. આ નિશાન હોય તો વ્યક્તિને 35વર્ષ ઉંમરમાં અનઅપેક્ષિત ધનલાભ થશે.
5. વર્ગનું નિશાન- અનામિતા અને મધ્યમાં આંગળી પર વર્ગનું નિશાન હશે તો અચાનક ધનલાભ થશે
6. ત્રિકોણ- હ્રદય રેખા અને ભાગ્ય રેખા બન્ને ક્રોસ થાય છે તે જગ્યાએ જો ત્રિકોણ બનતો હોય તે વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે.
7. જીવન રેખાના અંત ભાગમાં વર્ગનું નિશાન જોવા મળે તો તે વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે.
8: તર્જની આંગળી કનિષ્ટ (ટચલી) આંઘળી કરતા નાની હોય તો વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. આવી સંભાવના બહુ જ ઓછી હોય છે. જેમાં વ્યક્તિની ટચલી આંગળી તર્જની કરતા મોટી હોય.
9: ગુરુ પર્વત ઉપર વર્ગનું નિશાન હશે તો વ્યક્તિ ધનવાન બનશે. આ પર્વત ઉપર વર્ગ ઉપરાંત ડમરુનું, ત્રિશુલનું કે અન્ય કોઈ નિશાન હશે તો તેનાથીધનલાભ થશે.