મહાલક્ષ્મીનાં પુત્રોના નામ જાપ કરવાથી થશે ચમત્કાર, બની જશો ધનવાન
વેપારમાં અચાનક ખોટ થવા લાગે, નોકરીમાં કાઢી મૂકવામાં આવે અથવા કોઈ ગંભીર બીમારી થવાને લીધે બેંક બેલેન્સ ખાલી થઈ જાય અને પૈસાની તંગી ઉભી થાય ત્યારે ધનની દેવી લક્ષ્મીનાં શરણે જવું. લક્ષ્મીને મહાલક્ષ્મી પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે ભગવાન વિષ્ણુમી પત્ની છે. તેમજ તે ભગવાન વિષ્ણુની શક્તિ પણ છે.
તેમની સહાયતાથી ભગવાન વિષ્ણુ આ સૃષ્ટીનું પાલન-પોષણ કરે છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થયા પછી ક્યારે પૈસાની સમસ્યા ઉભી નહી થાય. જે ઘરમાં દરરોજ અથવા દર શુક્રવારએ લક્ષ્મીમા પુત્રોના નામ જાપ કરવામાં આવે છે ત્યાં માં લક્ષ્મી રહે છે. તેમજ ભક્તોની બધી મનોકામનાઓ દેવી લક્ષ્મી પૂરી કરે છે.
ઋૃગ્વેદમાં દેવી લક્ષ્મીના 4 પુત્રોના નામ આ શ્લોક દ્વારા બતાવામાં આવ્યા છે. આનંદઃ કર્દમઃ શ્રીદશ્ચિકલીત ઈતિ વિશ્રુતા| ઋૃષયઃ શ્રિયઃ પુત્રાશ્વ મયિ શ્રીદેવી દેવતા||
સંપતિની ઈચ્છા પૂરી કરવા માટે લક્ષ્મીજીના 18 પુત્રોના નામનું સ્મરણ કરવું-
ॐ देवसखाय नम:, ॐ चिक्लीताय नम:, ॐ आनंदाय नम:, ॐ कर्दमाय नम:, ॐ श्रीप्रदाय नम:, ॐ जातवेदाय नम:, ॐ अनुरागाय नम:, ॐ संवादाय नम:, ॐ विजयाय नम:, ॐ वल्लभाय नम:, ॐ मदाय नम:, ॐ हर्षाय नम:, ॐ बलाय नम:,
ॐ तेजसे नम:, ॐ दमकाय नम:, ॐ सलिलाय नम:, ॐ गुग्गुलाय नम:, ॐ कुरूंटकाय नम:.
આ લક્ષ્મી પુત્રોના નામનાં જાપ કરવાથી જીવનમાં થવા લાગે છે ચમત્કાર. તમને ક્યારે ધન સંબંધિ સમસ્યા નહી આવે.