Know Hanuman Power And Fulfill Your All Wish
હનુમાન સૌથી મહાબળશાળી કેવી રીતે બન્યા? આ છે તેમની શક્તિઓના દાતા?
બજરંગબલીની પાસે અભૂતપૂર્વ શક્તિઓ અને વરદાન હતા જેના લીધે તેમનો યશ આજે પણ જળવાઈ રહ્યો છે. તેમના અલૌલિક બળની કથાઓ ધર્મશાસ્ત્ર ભરેલી પડેલી છે. પરંતુ શું તમે જાણો છો? તેમની આ શક્તિઓની તેમને યાદ અપાવવી પડે છે. જી હા, તેમને પોતાના બળનો આભાસ કરાવો પડે છે. આ શક્તિઓને યાદ અપાવવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક કામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે તેમની સ્તુતિ કરવામાં આવે છે. આજે અહીં જાણો હનુમાનજીને એ શક્તિઓ કઈ હતી અને કોના દ્વારા પ્રાપ્ત થઈ હતી?
તમે હનુમાનજી પાસેથી વિવિધ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરવા માગતા હોવ તો હનુમાનજીના કોઈપણ વિશેષ મંત્ર કે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. હનુમાન ચાલીસાની અનેક પંક્તિમાં હનુમાનજીની શક્તિઓ અને તેમના પરાક્રમોનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ છે ભૂલી જવાનું કારણઃ-
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે હનુમાનજીને અનેક દેવી-દેવતાઓ દ્વારા વિભિન્ન પ્રકારના વરદાન અને અસ્ત્ર-શસ્ત્ર પ્રાપ્ત થયા હતા. આ વરદાનો અને શસ્ત્રોને કારણે જ હનુમાનજી ઉદ્ધત ભાવથી ફરવા લાગ્યા હતા. ત્યાં સુધી કે તેઓ તપસ્યા કરતા મુનીઓને પણ બાલ્યાવસ્થામાં પરેશાન કરેલા. તેમના પિતા પવનદેવ અને માતા કેસરીના કહેવા છતાં પણ હનુમાનજી ન અટક્યા હતા. આ દરમિયાન તોફાન-મસ્તી પછી અંગિરા અને ભૃગુવંશના મુનિઓને કુપિત થઈને શ્રાપ આપેલો કે તેઓ પોતાના બળને ભૂલી જશે અને તેમને પોતાના બળનો આભાસ ત્યારે જ થશે જ્યારે કોઈ તેમની શક્તિઓને યાદ અપાવે.
સુર્યદેવે હનુમાનજીને પોતાના તેજ ની 100 મા ભાગ જેટલી શક્તિ અર્પણ કરેલી
ઈન્દ્રદેવે વરદાન આપેલ કે મારા વ્રજના પ્રહારથી પણ કાયરેય નહી મરે
યમરાજે વરદાન આપ્યું હતપ્રભ બજરંગબલી યમના પ્રકોપથી કાયરેય મરશે નહીં
વરુણદેવે હનુમાનજીએ ગલ્લાથી વર્ષ સુધી જીવિત રહેવાનું વરદાન આપ્યું હતું
કુબેરદેવે હનુમાનજીએ પોતાની ગદાથી ન મરવા તેમજ પોતાના અસ્ત્ર શસ્ત્ર થી નિર્ભય કરેલા હતા
ભગવાન ઓળવે દુનિયાના કોઈપણ અસ્ત્રથી ન મરવાનું વરદાન આપેલ
બ્રહ્માજીએે હનુમાનજીએ પ્રથમ દિર્ઘાયુ થવાનું વરદાન આપેલ અને બ્પહ્માસ્ત્રથી અસર ન થવાનું વરદાન આપેલું અને બીજું વરદાન એ પણ આપેલ ઈચ્છતા કોઈ પણ રૂપ ધારણ કરવાની શક્તિ આપેલ
ભગવાન વિશ્વકર્માએ પોતાના અસ્ત્રશસ્ત્રો થી હનુમાનજી ને નિર્ભય કરી ચિરંજીવ થવાનું વરદાન આપેલ
અમરતાનુ વરદાન આપતા માતા સીતાએ કહ્યું " દરેક જન્મમા રામ ની સાથે રહી ભક્તોનું રક્ષણ કરશે