વુમન્સ ડે સ્પેશિયલ...
ભૂખી રહીને પોતે પરિવારની અન્નપૂર્ણા બની જાય,
સર્વગુણસંપન્ન ભવિષ્યની સંસ્કૃતિ બની જાય.
પુરુષને ઘરનાં મોભી બનાવવા પોતે બંધાઈ જાય,
સાન પુરુષની ઠેકાણે લાવવા રણચંડી બની જાય.
સેવા કાજે ખડેપગે કર્તવ્ય પરાયણ બની જાય,
અસ્તિત્વ ખુદનું ટકાવવા પ્રેમનું દર્પણ બની જાય.
સદીઓથી નારીશક્તિના ઉદાહરણ યાદ બની જાય,
ટકરાઈ, હંફાવી દુશ્મનોને ક્ષમામૂર્તિ બની જાય.
શક્તિ સ્ત્રીની જોઈને નદી પણ પથ્થર બની જાય,
સ્ત્રીની નજરથી પથ્થર પણ પાણી બની જાય.
દિપ્તી પટેલ 'શ્રીકૃપા'