એક મૃદુ હૈયે સૌના હૈયાં ને હરખથી સાચવતી એક નારી,
દીકરી તણાં હેત અર્પી! પિતાની બનતી એ નાર દુલારી,
સંસારે સંગની બની! સ્નેહ તણાં સમર્પણથી થાતી સૌભાગ્યશાળી,
માતા બની મમતા અર્પે! બાળહેત વરસાવી બનતી માડી.
👩વિશ્વ મહિલા દિવસ👩
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરવર્ષે ૮મી માર્ચ નાં રોજ મનાવવામાં આવે છે,
જેનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વમાં મહિલાઓનાં ઉત્કર્ષ વિકાસ માટે લોકજાગૃતિ કેળવાય, સમાજ ના વિકાસ માં નારી શક્તિ નાં યોગદાન ને બિરદાવા માટે ૮ મી માર્ચ ને વિશ્વ મહિલા દિન નાં રૂપમાં મનાવવામાં આવે છે,