આવ તને બતાવુ હું મારો રંગ
છે કંઈક અલગ તને ચડશે અંગેઅંગ
આવ તને શીખવું પ્રીતનો એક અલગ રંગ
છે વહાલ અને વિશ્વાસ કાયમ આપણી સંગ
આવ તને આપું સ્મિતનો એક રંગ
છે મારા ગાલ પર બસ તારો જ ઉમંગ
આવ તને શણગારું મારી સંગ
છે બસ એમાં તારો જ અંશ
આવ તને રંગુ હું મારા પ્રેમનો રંગ
છે એમાં આ હોળીના ગુલાલ જેવો તરંગ