દુનિયા નો સૌથી સુખી વ્યક્તિ એ છે કે , જેણે પામ્યો છે સાચો પ્રેમ.
દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ એ છે કે, જેણે લૂટાવ્યો છે અપાર પ્રેમ.
જે પ્રકૃતિમય બનીને જીવ્યો છે, જેણે પામ્યું છે સાચું સુખ પ્રકૃતિનું, એ વ્યક્તિ જ પરમાત્માની વાસ્તવિક રચના છે.
સંસાર માં એ જ જીવી રહ્યો છે જેના જીવન માં પ્રણયમય સાંજો સર્જાઈ છે, ચાંદ ની સાક્ષીમાં જેણે શૃંગાર નું રસપાન કર્યું છે ને એ જ વાસ્તવિક સુખ ની અનુભૂતિ કરી શક્યો છે.
આ નફરતો, ઈર્ષ્યા, દ્વેષ પરમાત્મા થી દુર લઇ જાય છે માટે પ્રકૃતિ ને પ્રેમ કરો.
લિ.ભાવેશ રાવલ