દિકરી એ દિકરી...
દિકરી સાથે દિકરાની કદી સરખામણી ના થાય..કારણકે દિકરો કંઇપણ વાતે ના કહી શકશે પણ દિકરી દરેક વાતે હા...હા કહીને જ રહેશે.
દિકરી એ દિલ નો દરિયો..પ્રેમ, લાગણીનો એક મહાસાગર
જેમ દરિયામાં પાણી નથી ખુટી જતુ તેમ દિકરી ના દિલમાં પણ પ્રેમ લાગણી કદી ખુટી નથી જતા
બસ સદાય વહેતા જ રહેછે.
ભારત દેશના કોઇક રાજ્યમાં બનેલી એક સત્ય ઘટના છે એક ભાઇને બાઇક સ્લિપ થઈ જવાથી રોડ અકસ્માત થયો હતો આથી તેમને ઇજાઓ ઘણી જ થઈ હતી બચવાના કોઇ જ ચાન્સીસ હતા નહી તેમને પોતાની ત્રણ દિકરીઓ જ હતી તેમાં સૈથી મોટી દીકરીને દશમાં ધોરણની બોર્ડની એક્ઝામ શરુ થઇ હતી ને તેનું સૈથી પહેલું પેપર હતું ને આજ દિવસે તેના પિતાની તબિયત વધું બગડી તેને ખબર હતી કે મારા પિતાની આ અંતિમ ઘડીઓ ગણાય છે કદાચ હું પેપર આપીને આવીશ પછી કદાચ મને તેમના જીવતા દર્શન નહી થાય પિતાની આવી તબિયતને લીધે આમ તો તેને પેપર આપવાની કોઇ જ ઇચ્છા ના હતી પણ પિતાની એક અંતિમ ઇચ્છા પણ હતી કે હું ભણીને ઘરમાં સૈને ટેકારૂપ બનું આથી તેને મન મક્કમ કરીને તે બોર્ડની પરીક્ષા આપવા સ્કુલે ગઇ ત્યારબાદ પેપર આપીને જયારે તે ઘરે આવી તો તેને જોયું તો તેના પિતાનું મરણ થઈ ચુક્યુ હતું પણ હવે તે શું કરે! કારણકે તેના પિતાનું પણ અંતિમ સ્વપ્ન હતું કે પોતે બોર્ડની પરીક્ષા આપવા જાય..
પોતાના કોમળ દિલ ને મજબુત કરીને તે પહેરેલ શાળાના યુનિફોર્મ સાથે જ પિતાની અર્થીને કંધો આપ્યો ને સ્મશાને પણ ચાલી નીકળી...આ છે દિકરી.
ખરેખર દિકરી એટલે જ પ્રેમનો એક મહાસાગર ને હિંમતે કહો તો પથ્થર રુપી એક ચટ્ટાન પણ છે.
દિકરીની (લગ્નની) વિદાયના સમયે એક પિતા વધુ કેમ રડેછે! કારણકે પ્રેમનો મહાસાગર આજ પોતાના ઘરમાંથી સદાય ને માટે ચાલ્યો જાયછે...