Measure For Job And Money Problem Muttering This Chopai From Ramcharitmans
માત્ર 1 વાર આ ચોપાઇનો જાપ, દૂર કરશે નોકરી+ધન સંબંધી સમસ્યા!
દરેક લોકોના જીવનમાં સમસ્યાઓ હોય જ છે, પરંતુ આ સમસ્યાઓનું નિવારણ કઇ રીતે કરવું તે ઘણા ઓછા લોકો જાણે છે. જોકે, જીવનમાં કોઇ પણ પરેશાની હોય ત્યારે મનુષ્યે બહાર ભટકવાની જગ્યાએ ધર્મ ગ્રંથોની મદદ લેવી જોઇએ. જેમાં જીવનની આ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ચોક્કસ સૂત્ર જણાવવામાં આવ્યા છે. આ ધર્મગ્રંથની ચોપાઇઓ મંત્રની જેમ જ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવી આસ્થા છે કે, કોઇ પણ સમયે આ ચોપાઇનું સ્મરણ શુભ જ માનવામાં આવે છે, પરંતુ થોડી ખાસ ચોપાઇઓ કોઇ પણ પ્રકારની સમસ્યાઓ અથવા ખરાબ સમયે જો બોલવામાં આવે તો તેને સંકટમોચક માનવામાં આવે છે.
શ્રીરામચરિતમાનસની થોડી એવી ચોપાઇઓ છે જે, માથાના દુખાવાથી લઇને ઘર અથવા નોકરી સાથે જોડાયેલી પરેશાનીઓથી પણ છુટકારો મેળવવા માટે અસરકારક માનવામાં આવે છે. આ પરેશાનીઓનો સામનો દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં કરી શકે છે.
શ્રીરામચરિતમાનસની આ ચોપાઇઓને બોલતા પહેલા શ્રીરામ, સીતા, લક્ષ્મણ, હનુમાન સહિત રામ દરબારની પૂજા કરવી.
1-ઇચ્છિત નોકરી મેળવવા અથવા કોઇપણ કારોબારની સફળતા માટેઃ-
बिस्व भरण पोषन कर जोई।
ताकर नाम भरत जस होई।।
2- ધન-દોલત, સંપત્તિ મેળવવા અને વધારવા માટેઃ-
जे सकाम नर सुनहि जे गावहि।
सुख संपत्ति नाना विधि पावहि।।
3-માથાનો દુખાવો અથવા મગજને લગતી કોઇ પણ પરેશાનીઓ દૂર કરવા માટેઃ-
हनुमान अंगद रन गाजे।
हाँक सुनत रजनीचर भाजे।।
4- અભ્યાસ અથવા કોઇ પણ પરીક્ષામાં સફળતા મેળવવા માટેઃ-
जेहि पर कृपा करहिं जनु जानी। कबि उर अजिर नचावहिं बानी॥
मोरि सुधारिहि सो सब भाँती। जासु कृपा नहिं कृपाँ अघाती॥
5- લગ્ન માટેઃ-
तब जनक पाइ वशिष्ठ आयसु ब्याह साजि संवारि कै।
मांडवी श्रुतकीरति उर्मिला, कुँअरि लई हँकारि कै॥
6- પુત્ર મેળવવા માટેઃ-
प्रेम मगन कौसल्या निसिदिन जात न जान।
सुत सनेह बस माता बालचरित कर गान।।
7- ખોવાયેલ વ્યક્તિ અથવા વ્યક્તિ મેળવવા માટેઃ-
गई बहोर गरीब नेवाजू।
सरल सबल साहिब रघुराजू।।
8- નજર ઉતારવા માટેઃ-
स्याम गौर सुंदर दोउ जोरी।
निरखहिं छबि जननीं तृन तोरी।।
9- ઝેર ઉતારવા માટેઃ-
नाम प्रभाउ जान सिव नीको।
कालकूट फलु दीन्ह अमी को।।
10- હનુમાનજીની કૃપા મેળવવા માટેઃ-
सुमिरि पवनसुत पावन नामू।
अपनें बस करि राखे रामू।।
11- બધા જ પ્રકારના સંકટનાશ અથવા ભૂત બાધા દૂર કરવા માટેઃ-
प्रनवउँ पवन कुमार,खल बन पावक ग्यान घन।
जासु ह्रदयँ आगार, बसहिं राम सर चाप धर॥
12- કોઇ સફર પર જવા માટે અથવા સફળ અને કુશળ યાત્રા માટેઃ-
प्रबिसि नगर कीजै सब काजा।
ह्रदयँ राखि कोसलपुर राजा॥
13- યજ્ઞોપવીત પહેરવા અને તેની પવિત્રતા માટેઃ-
जुगुति बेधि पुनि पोहिअहिं रामचरित बर ताग।
पहिरहिं सज्जन बिमल उर सोभा अति अनुराग।।
14- દુશ્મનોનો નાશ કરવા માટેઃ-
बयरु न कर काहू सन कोई।
राम प्रताप विषमता खोई॥
15- બીમારીઓ અને અશાંતિ દૂર કરવા માટેઃ-
दैहिक दैविक भौतिक तापा।
राम राज काहूहिं नहि ब्यापा॥