મારી આજ તું છે મારી કાલ તું છે
મારાં મગજમાં ચાલતી રોજની બાવલ તું છે
તું ને હું એજ છીએ જે પેહલી મુલાકાતે મળ્યા હતા
દિવસ બદલાયો,સાલ બદલાઈ,બાકી કમાલ તું છે
નથી આવતી કોઈ તકલીફ મારાં સુધી એવું નથી,
મારી ને મુશ્કેલીઓની વચ્ચે અડીખમ દીવાલ તું છે
સૌ પૂછે છે મને તું બહાવરી કાં બની, જવાબ નથી,
કેમ સમજાવું બધાને કે એ જવાબનો સવાલ તું છે
ખુદ લખુ છું શબ્દો ઘણા ને ગવાય છે તાલબદ્ધ,
ઉતરે જો કોઈ ઊંડાણમાં તો જાણે કે એનો કવ્વાલ તું છે,
કોઈ બીજો કે તારા જેવો કોઈ જોઈતો નથી
મારે જોઈએ બસ એજ જે હાલ તું છે. 😘આરઝૂ