"कुछ तो लोग कहेंगे, लोगो का काम है कहना" - આ પંક્તિ ખરેખર સાચી છે. શું લોકોનું કામ ફક્ત વાતો કરવાનું જ છે? બીજા શબ્દોમાં કહું તો પંચાત કરવાનું છે? દરેક ની પોતાની અંગત જિંદગી હોય છે. જાહેરમાં જે દેખાય છે એ ખોટું પણ હોય શકે ને વાસ્તવિકતા અલગ પણ હોય શકે. બહાર એકસાથે હસતી વ્યક્તિ એક જ ઘરમાં રહેવા છતાં પરસ્પર સાથે ન હોય એમ પણ બને. લોકોના મોઢે સાંભળેલી વાતોમાં વધુ દિલચસ્પી ન લઇને જો આપણે આપણી જિંદગીમાં જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો ચોક્કસ આપણને લાભ થશે જ. એક તો બુરાઈ કરવાના કુકમૅથી બચી જઇશું ને બીજું એ કે જે કામમાં ધ્યાન કેન્દ્રિત કરીશું એમાં ચોક્કસ સફળ થઈશું.........રેશમ 📝