યાદ એ દિવસ આવે છે જ્યારે
આપણે શબ્દો વિસરીને ચુંબન થી વાત કરતાં હતાં,
આપની એક ચુમ્મી આ દિલ માં યાદ બની રહી ગઈ.
આંગળી હોઠ પર મુકાય ત્યાં
યાદે અનુભુતી તમારી થાય છે
આ યાદ ને કેવી રીતે શબ્દે લખું,
તમારી એ ચુમ્મી ને મારો પ્રેમ મર્યાદા ને
ઉંબરો કેવા ભીતરે જકડી રાખે છે,
મારો પ્રેમ તારા એ એક એક
ગરમ ચુંબન ને કેવો તે પકડી રાખે છે.
એજ તારા હોઠ ની ગરમી
લફજ ના રોમ રોમ ને તપાવે છે,
શું એ દિ હતા કે તુ હું મટીને
આપણે બની ગયા હતાં,
રાહ તમારી છેલ્લા શ્વાસ સુધી જોવાશે,
તારી એ વહાલ ભરી ચુમ્મી ને
લખવા બેસું તો સાત જન્મ પણ ઘટી જશે.
આ દિ પર લખવામાં મારા શબ્દ ખુટી જાય,
યાદ તારી આવે તારી એ ચુમ્મી તો મારી કલમ ભીની થાય.
શૈમી ઓઝા લફ્જ