આ બધા અંગ્રજી તહેવારો કદાચ એમના દેશ મુજબ બરાબર હશે પણ આપણી અહીંના રીત રિવાજ જોઈએ તો બધું ઊંધું નથી લાગતું?
જેમ કે હજી ચૌદમી તારીખે તો પૂછશે, “will you be my valentine?"
આ સવાલનો જવાબ હા આવશે કે ના એની ખબર નથી અને એના પહેલા જ ચોકલેટ, ગુલાબ, ટેડી આપી દીધા! આટલે લગણ ઠીક છે એમ માની લઈએ તો પણ એના પછી “ભેટવાનો દિવસ" હિંમત છે કરી છે કોઈ માઇના લાડકાએ એમ કોઈને વિજાતીય પાત્રને જઈને ચૌદમી તારીખે જે પૂછવાનું બાકી છે એ પૂછયા પહેલા ભેટી પડવાની..? ઓલી બેન લપડાક લગાવે એ હજુ સહી લેવાય પણ પછી એના ભાઈઓથી કોણ બચાવે? આપણે અહીંયા તો રિવાજ છે બહેનને મુશ્કેલીમાં જોઈ આસપાસ જેટલા હાજર હોય એ બધા ભાઈ બનીને દોડી આવે. કેટલાક તો એટલે પણ આવતા હોય કે એમને મનમાં થતું હોય, “આટલી પણ અક્કલ નથી, આવું કરતું હશે કોઈ, કરવા જેવું હોત તો અમે જ ના કરી લેત!" અને ઓલાને બે ગુંબા વધારે મારે...😂😂😂
હજી તો હગ ડે વિશે જ વાત ચાલી રહી છે....જરાક આજના દિવસ વિશે કલ્પના કરી જુઓ...કલ્પના જ કરજો અખતરો નહીં... માર પડે તો મારું નામ ના લેતા, હું ચોખ્ખું કહી દઉં છું 😂😂😂😂
Happy 😘 day 🤣
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏