શુ થયું છે મન ?
કેમ વારે વારે ડોકાયા કરે છે આંખોમાં ?
તારી આંખ ની ભીનાશ છલકાવા માંગે છે પણ તું કેમ રોકે છે તેને ? શું તને બીક છે કે દુનિયા સામે મજબૂત દેખાતી તું ખુલી પડી જઈશ....
પણ તને એ ખબર છે તારું એ પથ્થર ગણાતું દિલ બરફ નું બનેલું છે તેને પણ ઋતુઓ ની અસર થાય...