Jyotish Married Life Signify The Special Things About
હથેળીની આ રેખાઓ નક્કી કરી દે છે તમારી મેરિડ લાઈફ કેવી રહેશે ?
જીવનસાથીના રંગ-રૂપ અને વૈવાહિક સ્થિતિની જાણકારી હાથની મુખ્ય રેખાઓ લગ્નરેખા (Marriage Line), જીવનરેખા (Life Line), હૃદયરેખા (Heart Line) અને ભાગ્યરેખા (Fate Line)માં હોય છે. હૃદયરેખા એ રેખા છે જેનાથી પ્રેમની સ્થિતિ વિશે સારો એવો અંદાજ લગાવી શકાય છે.
લગ્નરેખા અર્થાત્ બુધ રેખા લગ્ન સાથે જોડાયેલી વાતો જેમ કે લગ્ન ક્યારે થશે? કેટલા લગ્ન થશે? કેટલા પ્રેમ સંબંધો થઈ શકે છે? કેટલાક બાળકો થઈ શકે છે? વગેરે વિશે જાણકારી આપે છે. હથેળીમાં જોવા મળતા શુક્ર પર્વત (Venus Mount) અને ગુરુ પર્વત (Jupitar Mount) જીવનસાથીના રૂપ-રંગ અને લગ્ન જીવનની મજબૂતી વિશે સંકેત આપે છે. જીવનરેખા દ્વારા લગ્ન પછીની સ્થિતિ, લગ્ન જીવનથી સુખ, સાસરી પક્ષ વગેરે વિશે જાણી શકાય
આજે જાણો જીવનરેખાની કઈ સ્થિતિનો લગ્ન સંબંધ ઉપર કેવો પ્રભાવ પડે છે-
-જીવનરેખાની યોગ્ય લંબાઈ હોય, એકદમ સીધી જઈને યોગ્ય રાઉન્ડ ધારણ કરેલ હોય અને કોઈપણ પ્રકારે અશુભ ચિન્હ જીવનરેખા ઉપર ન હોય તો સાસરી પક્ષનો વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવનરેખા ઉપર કોઈ અશુભ ચિન્હ હોવાથી કે જીવનરેખાને અન્ય રેખાઓ દ્વારા વારંવાર કાપવાથી સાસરીપક્ષની આશા પ્રમાણે સાથ નથી મળતો.
-જીવનરેખા અને ભાગ્યરેખાની સુંદર સ્થિતિ હોવાથી લગ્ન જીવનમાં ખુશીઓ વધુ રહે છે. પતિ-પત્ની પોતાના લગ્ન જીવનથી સંતુષ્ટ રહે છે. જો આ લક્ષણની સાતે જ સ્ત્રીની હથેળીમાં ગુરુ પર્વત બળવાન હોય તો લગ્ન થયા પછી પતિની આર્થિક ઉન્નતિ ઝડપથી થાય છે.
-જીવનરેખા અને હૃદય રેખા બંને ડબલ થઈ રહી હોય તો એરેન્ડ મેરેજ હોય કે લવ મેરેજ હોય. જીવનસાથી અપેક્ષાઓની અનુરૂપ નથી હોતો. પતિ-પત્ની પ્રેમી જોડા જેવું જીવન જીવે છે.
અન્ય કંઈ રેખાઓ લગ્નના સંબંધો ઉપર અસર કરે છે વાંચો આગળ
ભાગ્યરેખા જો મસ્તિષ્ક રેખા(Head Line) ઉપર આવીને અટકે. હૃદયરેખાની એક શાખા મસ્તિષ્ક રેખાને આવીને મળે. તર્જનની આંગળી મધ્યમા આંગળીથી 3/4 ઈંચ નાની હોય. આ ત્રણ લક્ષણ ક્યાંકને ક્યાંક પતિ-પત્નીની વચ્ચે અંતરને વધારનાર માનવામાં આવે છે. જો લગ્ન સાથે સંબંધિત અન્ય યોગ શુભ હોય તો લગ્ન બચાવનાર બને છે અને ત્રણ લક્ષણોની સાથે અન્ય અશુભ યોગ હોય તો પતિ-પત્ની વચ્ચે અંતર વધારે છે.
-જો તર્જની અંગળી સૂર્યની અંગળીથી લાંબી હોય તો સાસરીમાં ખાસ માન-સન્માન મળે છે.
-ગાઢ ભાગ્યરેખા હોય તો લગ્નની સફળતાનો સંકેત આપે છે.
-ગાઢ ભાગ્યરેખા મસ્તિષ્ક રેખા સુધી આવીને અટકી રહી હોય. જીવનરેખા સીધી હોય. આ સ્થિતિમાં જીવનસાથી કે પોતે સ્વાસ્થ સંબંધી પરેશાનીઓ સહન કરવી પડે છે.
-ચંદ્ર પર્વતથી ભાગ્ય રેખા નિકળી રહી હોય. શુક્ર પર્વત વધુ ઊંચો હોય. આ સ્થિતિ લગ્ન જીવનમાં અશાંતિ આપનારી હોઈ શકે છે.
હથેળીની રેખાઓનું ખૂબ જ ઝીણવટ પૂર્વક અધ્યયન જરૂરી છે. આ યોગની સાથે જ કોઈ અન્ય રેખાઓ કે પર્વત વધુ પ્રભાવી થવાને લીધે પરિણામ બદલાઈ શકે છે. સાથે જ હાથની રેખાઓમાં પણ પરિવર્તન થતા રહે છે.