ન્હોતી ખબર......
આમ સાવ જ અચાનક મળી જશો, ન્હોતી ખબર !
હળવેથી હૈયામાં ખળખળી જશો, ન્હોતી ખબર !
પહેલા, ક્યાંક, કોઈકવાર આ નજરો મળી હશે !
વર્ષોનાં વ્હાલને આપ કળી જશો, ન્હોતી ખબર !
જપન, તપન, અગન -બદન જોને વરસ્યા કરે,
એક માયાની જાળ તમે ગૂંથી જશો, ન્હોતી ખબર !
કેટલાંય વમળોમાં આમ તણાતો-ફંગોળાતો રહ્યો,
મજધારેથી તમે નાંવ હાંકી જશો, ન્હોતી ખબર !
તસ્વીર તમારી હું નીરખી નીરખીને જોયા કરું છું,
ચાંદનીની જેમ તમે ખીલી જશો, ન્હોતી ખબર !
@ મેહૂલ ઓઝા