Jyotish And Coconut Measure
લઘુ અને એકાક્ષી નારિયળ કરી શકે છે પરેશાનીઓને દૂર, આ છે ઉપાય
જ્યોતિષીય ઉપાયોમાં ખાસ પ્રકારના નારિયળનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને લઘુ તથા એકાક્ષી નારિયળ તથા તેનાથી કરવામાં આવતા ઉપાયો વિશે જણાવીશું-
લઘુ નારિયળઃ-
લઘુ નારિયળનો આકાર સામાન્ય નારિયળથી થોડો નાનો હોય છે. તેનો ઉપયોગ અનેક ઉપાયોમાં કરવામાં આવે છે, ખાસ કરીને ધન-સંપત્તિ પ્રાપ્તિના ઉપાયોમાં. લઘુ નારિયળના કેટલાક સાધારણ પ્રયોગ આ પ્રકારે છે-
-કોઈ શુભ મૂહુર્તમાં 11 લઘુ નારિયળ પૂજા રૂપમમાં સ્થાપિત માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો પાસે લક્ષ્મી માતાના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં એ લઘુ નારિયળને લપેટીને તિજોરીમાં રાખી દો અને દીવાળીના બીજા દિવસે કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરી દો. એમ કરવાથી ધન સંબંધી સમસ્યાઓનું સ્થાયી નિદાન થઈ જાય છે.
-ધન, વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે 5 લઘુ નારિયળ સ્થાપિત કરો, તેની ઉપર કેસરથી તિલક કરો અને દરેક નારિયળ ઉપર તિલક કરતી વખતે 27 વાર નીચે લખેલ મંત્રનો મનોમન જાપ કરતા રહો-
મંત્રઃ- ऐं ह्रीं श्रीं क्लीं
-જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં ક્યારેય ધન કે અનાજની ખોટ ન પડે અને અન્નના ભંડારો ભરાઈ રહે તો 11 લઘુ નારિયળ એક પીળા કપડામાં બાધીને રસોઈ ઘરના પૂર્વી ખૂણામાં બાધી દો.
ધાર્મિક માન્યતા પ્રમાણે આ નારિયળ સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેની ઉપર આંખની સમાન ચિન્હ હોય છે. એટલા માટે તેને એકાક્ષી (એક આંખવાળુ) નારિયળ કહેવાય છે. તેને ઘરમાં રાખવાથી અનેક પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય આ છે તેના ખાસ ઉપાય-
-જે ઘરમાં એકાક્ષી નારિયળની પૂજા થાય છે, તે ઘરના લોકો ઉપર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ નથી થતો અને તે પરિવારના સદસ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠિ અને યશ પ્રાપ્તિ થાય છે.
-જો કોર્ટકેટમાં વિજય પ્રાપ્ત કરવો હોય તો રવિવારના દિવસે એકાક્ષી નારિયળ ઉપર વિરોધીનું નામ લખીને તેની ઉપર લાલ કનેરનું ફૂલ રાખી દો અને જે દિવસે કોર્ટમાં જાઓ તે ફૂલ સાથે લઈને જાઓ. નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતાઓ વધી જાય છે.