Shanidev’S Each Vehicle Beyond Good Or Bad Result
શનિવાહન પણ નક્કી કરે છે તમારું ભવિષ્ય, દરેક વાહનના છે શુભાશુભ ફળાદેશ
જ્યોતિષ તથા ધાર્મિક શાસ્ત્રોમાં શનિદેવનું સ્વરૂપ, કાર્યપ્રણાણી તથા કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સૂર્યપુત્ર શનિનું કાર્ય પ્રકૃતિમાં સંતુલન પેદા કરવાનું તથા દરેક જીવને તેમના કર્મો મુજબ ન્યાય આપવાનું છે. શનિ માત્ર પાપીઓ અને દુરાચારીઓને જ પીડિત કરે છે.
જ્યોતિષશાસ્ત્રના ઘણા નવીન શોધકર્તાઓએ શનિના ગોચર મુજબ રાશિ પરિવર્તનની તિથિ, નક્ષત્રમાં ગોચર તથા નક્ષત્ર પરિવર્તન મુજબ શનિના નવ વાહનોનો ઉલ્લેખ કર્યો છે. શનિના દરેક વાહનનો અલગ અર્થ છે તથા દરેક વાહનના શુભાશુભ ફળાદેશ છે. શાસ્ત્રાનુસાર શનિ જે જાતકની કુંડળીમાં જે વાહન પર સવાર હોય છે તે જાતક તે મુજબ જ ફળ પ્રાપ્ત કરે છે.
શનિ વાહનનું નિર્ધારણઃ શનિ વાહનનું નિર્ધારણ જાતકની જન્મકુંડળીમાં શનિના નક્ષત્ર મુજબ સંખ્યામાં નિવાસ તથા શનિના રાશિ પરિવર્તન તિથિના નક્ષત્રની સંખ્યાના આધાર પર થાય છે. આ જ્યોતિષના ગણિતનું સૂત્ર છે. આ ગણિતના સૂત્રને જાણવા માટે શનિના જાતકના જન્મનક્ષત્રની સંખ્યા તથા શનિના રાશિ પરિવર્તનની તિથિની નક્ષત્ર સંખ્યા બંન્નેને જોડવામાં આવે છે ત્યાર પછી આ જોડને નવ સાથે વિભાજિત કરવામાં આવે છે. વિભાજિત કર્યા પછી જે સંખ્યા રહે તેનાથી જ શનિ વાહનનું નિર્ધારણ થાય છે. જે તમારું ભવિષ્ય નક્કી કરે છે.
શાસ્ત્રોમાં શનિના 9 વાહનનોનું વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું છે 1- હાથી, 2- ગધેડો, 3-ઘોડો, 4- પાડો, 5- સિંહ, 6-શિયાળ, 7-મોર, 8-કાગડો અને 9- હંસ છે.
1- શનિનું વાહન હાથીઃ-- શનિ વાહન હાથી વ્યક્તિના સંદર્ભમાં અશુભ માનવામાં આવે છે. હાથી જાતકને આશા વિપરીત ફળ આપે છે.
2- શનિ વાહન ગધેડો- જ્યારે શનિનું વાહન ગધેડો હોય છે તો તે જાતક માટે બાધા માનવામાં આવે છે. આ વાહન જાતકના જીવનમાં ગતિરોધ પેદા કરે છે. કાર્ય સફળતા હેતુ જાતકને વધારે પ્રયાસ કરવો પડે છે.
3- શનિનું વાહન ઘોડોઃ- શનિનું વાહન ઘોડો હોય ત્યારે તે વ્યક્તિને શુભફળ પ્રાપ્ત થાય છે. દુશ્મનો પર વિજય મળે છે.
4- શનિ વાહન ભેંસ- શનિનું વાહન જ્યારે ભેંસ હોય છે ત્યારે વ્યક્તિને મિશ્રિત ફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિની સાથે પારિવારિક સમસ્યાઓ વધી જાય છે.
5- શનિ વાહન શિયાળઃ- શનિ વાહન જ્યારે શિયાળ હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અશુભતા રહે છે. અકસ્માત આર્થિક સમસ્યાઓ વગેરે ઘેરી શકે છે તથા પારિવારિક ક્લેશ રહે છે.
6- શનિ વાહન સિંહઃ- શનિનું વાહન જ્યારે સિંહ હોય છે ત્યારે વ્યક્તિને શુભફળની પ્રાપ્તિ થાય છે. દુશ્મન અને વિરોધી પરાસ્ત થઇ શકે છે.
7- શનિ વાહન મોરઃ- શનિનું વાહન મોર હોય ત્યારે વ્યક્તિને શુભફળની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને કર્મ અને ભાગ્ય બંન્નેનો સાથ મળે છે. વ્યક્તિ કઠોર બને છે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે
8- શનિ વાહન કાગડોઃ- શનિનું વાહન કાગડો હોય ત્યારે વ્યક્તિના જીવનમાં ક્લેશ રહે છે. ઘર અને કાર્યક્ષેત્રમાં વિવાદ રહે છે. વ્યર્થના વાદ વિવાદ ઉત્પન્ન થાય છે તથા કોર્ટકેસ જેવી હાલત પેદા થાય છે.
9- શનિ વાહન હંસઃ- શનિનું વાહન હંસ હોય ત્યારે વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. આર્થિક સુધાર અને સુખોમાં વૃદ્ધિ આવે છે.