Kailash Is Most Sacred Mountain Range Which Is Very Mystic In Nature
આ છે શિવનાં કૈલાસ પર્વત પર હયાત હોવાનાં પુરાવાઓ,અહીંના રહસ્યો કોઈ નથી ઉકેલી શક્યું
કૈલાસ પર્વતનો અર્થ "સનાતન બરફનો કિંમતી રત્ન' એવો થાય છે. આ તિબેટિયન રેંજને પૃથ્વીની ધરી કહેવાય છે અને આદિ યોગી શિવ અને તેમના શાશ્વત ભાવના સાથી શક્તિનું તે નિવાસસ્થાન છે.
સિંધુ, સતલજ, બ્રહ્મપુત્ર અને કર્નાલી જેવી નદીઓની નજીક આવેલ, કૈલાસને સૌથી પવિત્ર પર્વતમાળા ગણવામાં આવે છે જે પ્રાકૃતિક રીતે ખૂબ રહસ્યમય છે.લોકોએ માઉન્ટ એવરેસ્ટમાં સૌથી વધુ શિખર પર વિજય મેળવ્યો છે, પરંતુ આ ચોક્કસ પર્વતમાળાની ઊંચાઈ શોધવામાં નિષ્ફળ રહ્યા છે.
ॐ પર્વત:
આ દુનિયામાં એવી ચોક્કસ વસ્તુઓ છે કે જે તમને ભગવાનમાં ચોક્કસપણે માનવા માટે પ્રેરીત કરી દે છે.ઓમ પર્વત એ કૈલાસ પર્વતનો જ એક ભાગ છે. ॐ ના આકારમાં આ પર્વતમાળા પર બરફ પડ્યો છે. ઓમ એ બ્રહ્માંડનો ધબકાર છે.
આ પર્વત શ્રેણીમાં શું અસામાન્ય છે? :
કૈલાસનો આકાર પહેલી નજરે પર્વત જેવો લાગે છે. પરંતુ ખરેખર તો, તે એક વિશાળ પિરામિડ જેવો છે - જેના માટે રશિયન વિજ્ઞાની પણ દાવો કરે છે કે, માઉન્ટ કૈલાસ વાસ્તવમાં એક "માનવસર્જિત પિરામિડ' છે, તેથી તે ચોક્કસ પર્વત હોઈ ન શકે.
આ સ્થળ વિશેનું સૌથી મોટું રહસ્ય તેનું ઝડપથી વૃદ્ધિ પામવું છે, તાજેતરના વર્ષોમાં કોઇ પણ પર્વતની ટોચ સુધી નથી પહોંચી શક્યું. વૈજ્ઞાનિકો પ્રમાણે માનવની ઉંમર સામાન્ય રીતે જેટલી 2 અઠવાડીયામાં વધે છે, કૈલાસ પર્વત માટે તેટલી ઉંમર માત્ર 12 કલાકમાં વધે છે, જેના પરથી તેની રહસ્યમય ઊર્જાનું પ્રમાણ મળે છે.
રહસ્યમય સ્વસ્તિક :
કૈલાસ પર્વતનો પડછાયો રહસ્યમય રીતે "સ્વસ્તિક' આકારનું સ્વરૂપ ધરાવે છે, રોજ સાંજે, સૂર્યાસ્તના સમયે આ નજારો જોવા મળે છે. કહી શકાય કે, સૂર્ય પણ આ પવિત્ર સ્થાન પર આરાધના કરે છે.
ટ્વીન લેક થિયરી:
કૈલાસ બે તળાવોથી ઘેરાયેલું છે - માનસરોવર અથવા ગોડ લેક અને રાક્ષસ તાલ અથવા ડેવિલ લેક.
જે માનવમાત્રની બે બાજુઓ દર્શાવે છે, સારાઈ એટલે કે ગોડ અને ખરાબી એટલે કે ડેવીલ
ભગવાન શિવનું ઘર:
એવું કહેવાય છે કે માઉન્ટ કૈલાસ છેલ્લા 21000થી પણ વધુ વર્ષોથી ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. સમયની ગણતરી શાશ્વત રીતે પૃથ્વીના અસ્તત્વથી બધા સંયોગોનો સમય અને તેના તમામ સ્વરૂપોમાં એકસાથે ગણવામાં આવે છે. તે આ ત્રિ-પરિમાણીય ભૌતિક વિમાનનો માત્ર અંદાજ લગાવી શકે છે.
પર્વતીય ફેરફારોની પરિસ્થિતિ :
એક જ કારણે કોઈ પણ આ પર્વતમાળાને ચઢી શકતું નથી, તે છે કૈલાસ પર્વતમાળા સતત સ્થાન બદલતી રહે છે.જેથી કોઈ પણ તેની ટોચ પર ચઢી શકતા નથી.
આ સ્થાન ખરેખર રહસ્ય, આદિયોગી શિવ, અને શક્તિ માટેનું આશ્રયસ્થાન છે.