સંબધો ના પણ હવે હિસાબ થવા લાગ્યા છે અહીં ....
સંવેદના ઓ અને લાગણી ઓના પણ હવે હિસાબ થવા લાગ્યા છે અહીં ...
થઇ રહી છે બાદબાકી સંબધો ની અહીં આજે ...
રહિયા છે બાકી જરૂરિયાત પ્રમાણે ના સંબધો અહીં ...
જીવન થઇ રહ્યું છે આખુ ગણિત ઉપર હવે તો ...
તેમાં પણ સંબધો ની ગણતરી થવા લાગી છે અહીં ....
થઇ જાય છે ભાગાકાર પણ સંબધો ના હવે અહીં ...
અને સંવેદના ઓ પણ શૂન્યકાર થવા લાગી છે અહીં ...
જરૂરિયાત પૂરતા જ સંબધો હવે યાદ રહે છે અહીં ...
બાકી સંબધો ના પણ હિસાબ થવા લાગ્યા છે અહીં ...
હેતલ .જોષી ...રાજકોટ