વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં છે આ યોગ, જાણી લો તમારી કુંડળીમાં છે કે નહીં
જ્યોતિષશાસ્ત્રમાં હજારો યોગ બતાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક શુભ ફળ આપતાં તો કેટલાક અશુભ ફળ આપતા હોય છે. આજે એવા યોગ વિશે તમને જાણવા મળશે જેના કારણે વ્યક્તિ ધનવાન બને છે. તેના માટે તમારે કોઈ જ્યોતિષિ પાસે જવાની પણ જરૂર નથી. તમે જાતે જ જાણી શકશો કે તમારી કુંડળીમાં આ યોગ છે કે નહીં.
આવો એક યોગ થે ગજકેસરી યોગ. કુંડળીમાં ગુરુ અને ચંદ્રની ખાસ સ્થિતીથી તે બને છે. જ્યારે ગુરુ અને ચંદ્ર જન્મ કુંડળીમાં એકબીજાના સ્થાનમાં એટલે કે પહેલા, ચોથા, સાતમા અથવા તો દસમા સ્થાનમાં હોય તો આ યોગ બને છે. જેની કુંડળીમાં આ યોગ હોય છે તેઓ જ્ઞાની હોય છે અને તેમનામાં વિવેક અને દયાની ભાવના પણ હોય છે. આવા વ્યક્તિઓ સરળતાથી ઉચ્ચ પદ પર પહોંચી જાય છે. મૃત્યુ પછી પણ તેમની કિર્તી યથાવત રહે છે.
બીજો યોગ છે સુનફા, જેની કુંડળીમાં ચંદ્રથી બીજા ઘરમાં કોઈ શુભ ગ્રહ જેવા કે ગુરુ, શુક્ર, બુધ હોય છે ત્યારે આ યોગ બને છે. જેના નસીબમાં આ યોગ હોય છે તેમને પણ નોકરીમાં સારી તકો પ્રાપ્ત થાય છે. ધન સંપત્તિના મામલે પણ તેઓ ભાગ્યશાળી હોય છે.
કુંડળીમાં શનિ જ્યારે પોતાની રાશિ મકર અથવા તો કુંભમાં હોય છે ત્યારે શશ નામનો યોગ બને છે. શનિની ઉચ્ચ રાશિ તુલા છે. શનિ જ્યારે તુલામાં હોય છે ત્યારે પણ આ યોગ બને છે. આ યોગમાં જેનો જન્મ થાય છે તે ધીરે ધીરે સફળતાના પગથિયાં ચડતાં ચડતા આગળ વધતાં જાય છે. આમિર ખાન, શાહરૂખ, કૈટરિના કૈફની કુંડળીમાં પણ આ યોગ છે.
વૃષ, તુલા અથવા મીન રાશિમાં પણ જ્યારે શુક્ર હોય છે ત્યારે માલવ્ય નામનો રાજયોગ બને છે. આ યોગમાં જન્મેલા લોકો સુંદર અને સૌભાગ્યશાળી હોય છે. પ્રસિદ્ધિ તેમની સાથે સાથે ચાલે છે. આવા લોકો જે પણ કામ કરે છે તેમાં તેમનું ભાગ્ય સાથ આપે જ છે. ધન સંપત્તિના મામલે પણ આવા લોકો ભાગ્યશાળી હોય છે.
મંગળ જ્યારે તેની ઉચ્ચ રાશિ મકર અથવા પોતાની રાશિ મેષ અથવા વૃશ્ચિકમાં કેન્દ્ર સ્થાનમાં હોય તો આ યોગ બને છે. આ યોગ જેની કુંડળીમાં હોય છે તે સાહસી હોય છે અને કોઈપણ પ્રકારના દબાણમાં આવીને તેઓ કામ નથી કરતાં. આવા વ્યક્તિ જ્યાં પણ હોય છે તેમને લોકો સન્માન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં આ યોગ છે.
જ્યારે બુધ પોતાની રાશિ મિથુન અથવા કન્યામાં હોય છે ત્યારે ભદ્ર નામનો રાજયોગ બને છે. આ યોગ જેની કુંડળીમાં હોય છે તે બુદ્ધિમાન અને વ્યવહાર કુશળ હોય છે. તેઓ પોતાના વ્યવહાર અને કુશળતાથી લોકોની પ્રશંસા મેળવે છે.