કોઈક આપશે અમને પ્રેમ ગુલાબ,
એવી સુંગધીનો થાય છે આભાસ,
કોઈનો આવશે પ્રણય પ્રસ્તાવ?
એવો શમણાને લાગે છે આભાસ,
કોઈ જો લઈ આવે મધમીઠી ચોકલેટ,
સ્વાદ જીભે પ્રસરે છે કે માત્ર આભાસ,
લઈ આપે ઢીંગલા જેવી સોગાદ,
કબાટે સમાવી જઉ એવો આભાસ,
કોઈ અમને ક્યારે આપશે પ્રેમ વચનો,
મુંઝે મનમાં સતત એ વલયતો આભાસ,
આવી ક્યારે કોણ ભરશે મને બાથમા,
અનંત સુધી સમાઈ જાઉ એવો આભાસ,
કોણ આવીને આપશે ચુંબનનો અણસાર,
એવી આગમાં જ તરફડતો થયો આભાસ,
વિજ એવી રીતે વહેશે આ ફેબ્રુઆરી,
વેલેન્ટાઈન ચાલ્યો જશે ને છેલ્લે આભાસ,,!!
-વિજય પ્રજાપતિ
-(વમળ) #07feb2k20