Gujarati Quote in Poem by Jadeja Ravubha P

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલને સંગત કરીએ સાવ એકબીજા ને અંગત કરીએ ,
મન મોકળું બની શકે એકમેક સામે એવી ગમ્મત કરીએ .
ના રહે કોઈ ભેદ કે ના અભાવ હોય સ્પર્શ નો
સ્પર્શી ને સ્નેહ બની તન થી તન લગાવીને રમત કરીએ ,
ઉત્કંઠા જગાવે છે અંગ તારું ,કેમ રોકુ મારા ઉમંગ ને
આવ ને ઘડીક બધુ ભૂલી ને ગમતી રંગીન રંગત કરીએ .
ખોબો ભરી ને નહીં ! ખુલી ને બાથ ભરી ને મળીએ,
બને ગુલાબી ગાલ ઉપર ગુંજન કરતું કૂંજન કરીએ.
છુટાછવાયા વાદળો નથી આ તો ઘનઘોર ઘટા છે ,
ખુલ્લા વાળ માં ખોવાઈ ને બે ચાર ગરમ શ્વાસ લઇએ.
જીભ થી નહીં અધર થી અધર નો સુમધુર મિલન સાચું ,
અવની ના હૃદય માં પ્રીત જગાવી પિયુ બની ને પુકાર કરીએ.

Gujarati Poem by Jadeja Ravubha P : 111337145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now