મામડિયા ચારણ ને લોકોનું વાંઝણા મેણું પડે
માં એ મેણું ભાંગવા ધરા પર અવતરવું પડે,
સાત બહેનો ને એક ભાઈ દેવળબા ની કૂખે અવતાર ધરે
સંધ્યા સમયે સર્પદંશની પીડાથી વીર મેરખીયો મુર્છીત થઈ પડે,
મગરની કરી સવારી માં સાત પાતાળમાં ત્વરિત ઉતરી પડે,
અમૃતકુંભ ઉપાડી માં સુર્યોદય પહેલા ધરા પર આવી ચડે.
ખોડાતા પગે જાનબાઈ વીરા મેરખીયા પાસે આવી પડે,
જીવ બચાવી ભાઇ નો અંતે મારી માં નું નામ ખોડીયાર પડે.
માં ખોડલ નાં જ્યાં ખમકારો પડે દુશ્મન ત્યાં જ ભાંગી પડે.
🐊માં ખોડીયાર જયંતિ નિમિત્તે માં ખોડલ ને સમર્પિત🐊