નથી હું ભગવાન કે તારી ભૂલો માફ કરી શકું,
શક્યતા જ નથી હવે હું જુઠ્ઠો મુખોટો ધરી શકું!
હદયને મારા હું કોઈ ચાવીનું રમકડું કહી ના શકું,
જખ્મ પર જખ્મો આપી જાય હવે હું સહી ના શકું!
સંભાળી છે જાતને હવે ફરી વેદના વેઠી ના શકું,
પથ્થર દિલ થયું છે હવે ફરી ધબકતું કરી ના શકું!
એકવાર સહ્યા આરોપોનો ફરી ઉપાય કરી ના શકું,
ફરી ફરીથી હું હવે આ મનસ્થિતી સુધારી ના શકું!
આંખે સમંદર ભરી હું ઝરણ બની હવે વહી ના શકું,
ઉદાસીને હવે હસતાં ચહેરાના નકાબે છૂપાવી ના શકું!
પ્રેમ બેસુમાર જિંદગીથી માટે નફરત હું કરી ના શકું,
માફ કરી ફરીથી એક ની એક ભૂલ હું કેમ કરી શકું!
દર્શના