રાખવાનું છે કોઈ નામ, રાખે છે,
કોઇ ગુમનામ ક્યાં નામ રાખે છે;
નામનો મહિમા, ઘણો જ અહીં
કામ વિના નું ક્યાં, નામ રાખે છે;
ઘરના ખૂણે ખાંચરે, સંતાડી રાખે,
ધન પણ ટેક્ષથી, ગુમનામ રાખે છે;
ભગવા પહેરી , બદલાઈ નહીં મન,
આચરણ વિના , સતનામ રાખે છે;
આનંદ વિહોણું,જીવન જીવી રહ્યા,
દુઃખદર્દ માંય આનંદનું ઠામ રાખે છે;