Chant Gayatri Mahamantra In Morning
દરરોજ સવારે ગાયત્રી મહામંત્ર બોલવાથી થાય છે આ 7 ચમત્કાર!
સનાતન ધર્મ માન્યતા પ્રમાણે દેવી ગાયત્રી વેદમાતા છે. ધાર્મિક દૃષ્ટિએ ગાયત્રી ઉપાસના બધાં પાપનું નાશ કરનારી, આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખો આપનારી માનવામાં આવે છે. ગાયત્રી સાધનામાં ગાયત્રી મંત્રનું મહત્વ છે. આ મંત્રના ચોવીસ અક્ષર 24 દેવી દેવતાઓના સ્મરણનું બીજ તો છે જ સાથે આ બીજ અક્ષર વેદ, ધર્મશાસ્ત્રોમાં બતાવેલા અદભુત જ્ઞાનનું આધાર પણ છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દરરોજ સવારે ગાયત્રી મંત્ર બોલવાથી દિવ્ય અને અદભુત પ્રભાવ જીવનમાં સાત સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.
આગળ જાણો જીવનની દશા અને દિશા બદલવામાં ઉપયોગી 7 શુભ પ્રભાવ કયા છે.......
હકીકતમાં ગાયત્રી મંત્ર ઈશ્વરનું ચિંતન, ઈશ્વરના ભાવને અપનાવા અને બુદ્ધિની પવિત્રતાની પ્રાર્થના છે. વેદોમાં ગાયત્રી મંત્ર જાપથી આયુષ્ય, જીવ, પ્રજા, પ્રાણી, કીર્તિ, ધન, બ્રહ્મચર્યના રૂપે મળનારા આ સાત શુભ ફળ છે.
આ અદભુત મંત્રના અર્થથી પણ આ વાત ઉજાગર થાય છે.પરંતુ કેટલાક લોકો ગાયત્રી મંત્રના અર્થથી પણ અજાણ છે.
આગળ બતાવવામાં આવી રહ્યું છે આ મહામંત્રના દરેક અક્ષર સહિત સમગ્ર મંત્રનું સરળ શબ્દોમાં અર્થ, જે કોઈ પણ વ્યક્તિ ગાયત્રી મહાશક્તિનું સ્મરણ કરી સુખ-શાંતિની ચાહત પુરી કરી શકે છે.
ગાયત્રી મહામંત્ર-
ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।
ॐ - ઈશ્વર
भू: - પ્રાણસ્વરૂપ
भुव: - દુ:ખનાશક
स्व: - સુખ સ્વરૂપ
तत् – તે
सवितु: - તેજસ્વી
वरेण्यं – શ્રેષ્ઠ
भर्ग: - પાપનાશક
देवस्य – દિવ્ય
धीमहि - ધારણ કરવું
धियो – બુદ્ધિ
यो - જે
न: - આપણી
प्रचोदयात् - પ્રેરિત કરવું
બધાંને ભેગાં કરીને અર્થ થાય છે કે તે પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ. તે ઈશ્વર આપણી બુદ્ધિને સાચો માર્ગ દેખાડે.