દેશની ગુલામીની ઝંઝીરો તોડવા રક્ત હંમેશા વહ્યું છે,
કેટ કેટલાય દેશોએ પોતાના વીર સપુતો ખોયા છે,
ધન્ય છે એ ભારતભૂમિ જ્યાં ગાંધી જેવા વીર જન્મ્યા છે,
સત્ય, અહિંયા ને સત્યાગ્રહથી જ જેને આઝાદી નાં મુળ રોપ્યા છે.
૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન
૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સાંજ ૫ વાગ્યા ની પ્રાર્થનાસભામાં ગાંધીજી જીંદગી માં પ્રથમ વખત દસ મિનિટ મોડો પહોંચ્યા હતા અને તે જ સમયે નથુરામ ગોડસે એ ગાંધીજીની છાતી માં ત્રણ ગોળીઓ મારી ને તેમના પ્રાણ લીધા હતા અંત સમયે તેમના મુખમાંથી "હે રામ" શબ્દ નીકળ્યા હતા.