Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
જે જાતકના હોય આવા નખ મળે પ્રેમમાં નિષ્ફળતા, થઈ જશે બરબાદ
જ્યોતિષ શાસ્ત્રના આધારે જે રીતે વ્યક્તિના ભવિષ્ય વિશે ફળકથન કરવામાં આવે છે, તેવી જ રીતે હસ્તરેખા શાસ્ત્રના માધ્યમથી ફળકથન કરી શકાય છે. હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીઓની રેખા, માપ, જાડાઈ, લંબાઈના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. જો કે તેમાં માત્ર હસ્તરેખાઓનો જ નહીં પરંતુ હાથની આંગળી, નખ, ત્વચાના રંગ એ તમામ વિશે પણ ફળકથન કરવામાં આવ્યું છે. તો આજે જાણીએ નખ પરથી થતાં ફળકથન વિશે.
અણીદાર નખ
આવા જાતકો જાત મહેનતથી પ્રગતિ કરતા હોય છે. લાગણીશીલ હોય છે. માતા-પિતાને પ્રેમ મેળવે છે. હરવા-ફરવાના શોખીન હોય છે. જમીન-જાયદાદ વધતી હોય છે. લવમેરેજ કરે છે. સ્વભાવે જિદ્દી અને ખર્ચાળ હોય છે. ઇષ્ર્યા કરતા હોય છે. બોલવામાં ઘણી મીઠાશ હોય છે. વિચારોમાં રાચતા હોય છે. તેમની જોડે વિશ્વાસઘાત, છેતરપિંડી, ધનહાનિ થયેલ હોય છે.
નાના ગોળાકાર નખ
આવા જાતકો સ્ફૂર્તિવાન, ચપળ, જિજ્ઞાસુ અને થોડા આળસુ હોય છે. સંગીતના, ખાવાના, કપડાંના શોખીન હોય છે. પત્ની આવ્યાં બાદ પ્રગતિ થાય છે. લગ્નજીવન સુખી હોય છે. જમીન-પોપર્ટી, બે નંબરનાં નાણાં અચૂક આવતાં હોય છે. કામવાસના તીવ્ર હોય છે. દરેક વસ્તુને ઝીણવટતાથી પારખે છે. જીવનમાં ઉચ્ચ ડિગ્રી મેળવે છે. છે.
ચોરસ નખ
આ પ્રકારની હસ્તરેખામાં ચોરસમાં નખ જીવનમાં સંઘર્ષ કરાવે છે. લગ્નજીવન સારું હોય છે, માતા-પિતા જોડે કનડગતો ચાલ્યા કરે છે. બોલવામાં રફ હોય છે. મહેનતુ હોય છે. પ્રેમપ્રસંગમાં નિષ્ફળતા મળતી હોય છે. જીવનમાં નિરાશાઓ ઘેરી લેતી હોય છે.
પાતળા નખ
આવા જાતકનો સ્વભાવ ખૂબ જ ચીડિયો હોય છે. આવા જાતકો ૩૦ વર્ષ બાદ ખરાબ કૃત્ય કરવા પ્રેરાય છે. આવા વ્યક્તિ કટુતાનીતિવાળા હોય છે. મૂડી સ્વભાવના હોય છે. શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળી હોય છે. મોં ઉપર કે શરીર ઉપર ઘાના નિશાન બનેલા હોય છે. પૈસા માટે ગમે તેવું ખરાબ કૃત્ય કરે છે. આવા વ્યક્તિઓ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. ઘણી બધી વખતે જૂઠું બોલતા હોય છે.
વી આકારના નખ
આવા જાતકો કલાપ્રેમી, સાહિત્ય પ્રેમી, ખાવાના, કપડાંના, સુગંધી દ્રવ્યોના શોખીન હોય છે. ગાયક કે ફિલ્મી આર્ટિસ્ટ બની શકે છે. કપરી પરિસ્થિતિમાંથી પણ બહાર આવતા હોય છે. અચાનક જ જીવનમાં બદલાવ આવતા હોય છે. લગ્નજીવન બગડી શકે છે. આવા જાતકો ઉતાવિળયા હોય છે. બોલીને બગાડતા હોય છે. વકીલાત, જ્યોતિષ, કમ્પ્યૂટર, ટીચિંગ, વકતૃત્વ સ્પર્ધા, સારા કાઉન્સિલર બની શકતા હોય છે.