રાહુ – કેતુ જેવા પાપ ગ્રહના દુષ્પ્રભાવને ટાળો આ રીતે
ગ્રહોની ચાલ અનુસાર વ્યક્તિનો સમય બદલાતો હોય છે કેટલીક વાર પાપગ્રહોનું ચોક્કસ સ્થાનોમાંથી પસાર થવું વ્યક્તિ માટે એવી આફત સર્જે છે કે તેમાંથી બહાર નિકળવું મુશ્કેલ થઈ જાય છે. કહેવત છે ને કે એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ થાય છે. શું કરવું અને શું ન કરવું એ વ્યક્તિ નક્કી કરી શકતી નથી. કુંડળીમાં જ્યારે રાહૂ-કેતુ જેવા ગ્રહો ખાસ પ્રકારે દોષ સર્જે ત્યારે જાતકને સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તમામ ગ્રહ રાહૂ અને કેતુની વચ્ચે આવી જાય ત્યારે કાલસર્પ દોષ સર્જાય છે. આ દોષના કારણે જાતકને કોઈપણ કાર્યમાં સરળતાથી સફળતા નથી મળતી.
રાહુ અને કેતુના નકારાત્મક ફળને ઓછું કરવા માટે તેમજ આ સમય શાંતિપૂર્ણ રીતે વીતે તે માટે કેટલાંક ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યા છે. જો કે આવા સમય દરમિયાન ભલે કશું શુભ ન થાય પણ અશુભ ન થાય તે જ મોટી વાત નિવડે છે. તો જાણો અહિં રાહુકેતુ દોષનું કેવી રીતે કરવું શમન, કેવી રીતે ટળે તેનો દુષ્પ્રભાવ…
ઉપાયોઃ
1. દર શનિવારે કાળા કૂતરાને રોટી ખવડાવવી.
2. કોઈપણ શુભ તિથિ પર સવારે વહેલા જાગી અને સ્નાનાદિ કાર્યોથી નિવૃત થઈ અને શિવમંદિરમાં પૂજા કરવી.
3. શિવલિંગમાં ત્રાંબાના નાગ અર્પણ કરવા.
3. ચાંદીના બનેલા નાગ અને નાગણને વહેતી નદીમાં પ્રવાહિત કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે.
4. રોજ શિવલિંગ પર ત્રાંબાના લોટાથી જળાભિષેક કરવો. પાણી ચડાવતી વખતે ‘ૐ નમ: શિવાય’ મંત્રનો 108 વખત જાપ કરવો.
5. ગરીબ વ્યક્તિને કાળો ધાબળો, અડદની દાળનું દાન કરવું.
6. રાહુનું નડતર હોય તો બુધવારે કાચા મગનું દાન કરવું
7. કેતુનું નડતર હોય તો બુધવારે કાચી ખીચડીનું દાન કરવું.
8. રાહુ માટે દર બુધવારે ગણપતિ સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.
9. કેતુ માટે દર બુધવારે આનંદનો ગરબો કરવો