મંગળવારે કરો આ દસ ટૂચકામાંથી કોઈ, થશે આવા લાભ
હનુમાનજીની ભક્તિથી કષ્ટોનો નાશ થાય છે. અનેક મુશ્કેલીઓનો અંત આવે છે. અહિં કેટલાંક ટૂચકા બતાવવામાં આવ્યા છે. જે મંગળવાર અને હનુમાનજી સાથે સંબંધિત છે. જે કરવાથી ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય છે. તો આજે જાણો આવા ટૂચકા….
ટૂચકાઓઃ
પારિવારિક ખુશહાલી માટે – સાંજના સમયે પૂજા ઘરમાં ગૂગલથી ધૂપ કરવી.
લવ લાઈફમાં સક્સેસ માટે – હનુમાન અષ્ઠકનો પાઠ કરવો.
મેરિડ લાઈફમાં સક્સેસ માટે – હનુમાન મંદિરમાં લાલ ધ્વજ ચઢાવવી.
સારા સ્વાસ્થ્ય માટે – હનુમાન મંદિરથી માથા પર સિંદૂરથી ચાંદલા કરાવો.સારા નસીબ માટે – હનુમાન મંદિરમાં ચઢાવેલું પીપળનો પાન તમારી પાસે રાખવું
ભણતરમાં સક્સેસ માટે – હનુમાન મંદિરમાં પેન ચઢાવીને ઉપયોગ કરવો.
નોકરીમાં સફળતા માટે – હનુમાન મંદિરથી કાંડા પર નાડાછડી બંધાવવી.
વેપારમાં સફળતા માટે – હનુમાનજી પર ચઢેલા મસૂરના દાણા ગલ્લામાં રાખવા.
વિવાદ ટાળવા માટે – હનુમાન મંદિરમાં ઈમરતી ચઢાવીને બાળકોમાં વહેચવું
નુકશાનથી બચવા માટે – પીપળના પાન પર સિંદૂર લગાવીને હનુમાન મંદિરમાં ચઢાવવું.
આ ઉપરાંત
મંગળવારે હનુમાનની આરાધના કરવી લાભકારી છે. મંગળ ગ્રહ આયુષ્યનો પણ પ્રતિનિધિ છે. તેથી આ દિવસે કરવામાં આવેલી નાનકડી ભૂલ આયુનો પણ નાશ કરે છે. તેથી આજે અમે આપને કેટલાંક એવા કાર્યો વિશે બતાવીશું જે મંગળવારના દિવસે બિલકુન ન કરવા જોઈએ. કારણ કે જો કોઈ આવું કરે છે તો તેને અજાણ્યા સંકટનો સામનો કરવો પડી શકે છે. અને એવા કેટલાક કાર્યો જે કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. અને તમારા અધૂરા કાર્યો પણ પૂરા થય છે.
સૌ પ્રથમ જોઈશુ મંગળવારે શું કરવું જોઈએં
– સૂર્યોદય સમયે હનુમાનજીનું ધ્યાન કરવું
– ગોળ ચણાનો ભોગ લગાવવો
– રામમંદિરમાં જાવ, જમણાં હાથના અંગૂઠા પરથી સિંદૂર લઈને સીતા માતાના ચરણોમાં લગાવી દો.
– હનુમાનજીને નારિયેળ ચઢાવો. હનુમાનજીને ફટકડી ચઢાવવી.