હરિ.....
તારીખ-વાર, વરસો-સદીઓ બદલાય છે,
વખતે-વખતે, માણસ પણ બદલાય છે.
ખાલી-કટોરો, સાવ છીછરો બની રહેવું,
અધૂરો-ઘડો, જલ્દી જ તો છલકાય છે.
રંગ-બેરંગી, આકૃતિઓ પારખી તું લેજે,
કાચિંડા-ઝાળે, પતંગા જ તો સપડાય છે.
કરમની કેડીએ ક્યારા કુસુમના કરજે,
કંટકોના કારણેજ ફૂલવાડી મુરજાય છે.
આવશે, જરૂર આવશે, તું સચેત રહેજે,
નરી-આંખેય, 'હરિ' ને ક્યાં ઓળખાય છે !
@ મેહુલ ઓઝા