હશે જ નહિ રાત તો આ સવાર,
યાર શું કરીશ?
હશે જ નહિ નફરત તો આ પ્યાર,
યાર શું કરીશ?
હશે જ નહિ હસવું તો આ આંસુ ચોધાર,
યાર શું કરીશ?
હશે જ નહિ દર્પણ તો આ દીદાર,
યાર શું કરીશ?
હશે જ નહિ ભૂખ તો આ ધન બેસૂમાર,
યાર શું કરીશ?
હશે જ નહિ સાથી તો આ સંસાર,
યાર શું કરીશ?
હશે જ નહિ અંત તો આ જિંદગી અપાર,
યાર શું કરીશ?
હશે જ નહિ પ્રિયા તો આંખો ચાર,
યાર શું કરીશ?
mr_મરીચિ