આ રચના તારી અને મારી સહિયારી છે,
લાગણીને અહીંયા શબ્દમાં ઉતારી છે.
શુ થયું વાત ન થાય કલાકોની કલાકો તો,
અહીં મળે એક ક્ષણ તારી એ પ્યારી છે.
એમ જ નથી મળતા સમજદાર જગમાં,
તમે મળ્યા એ જ ખુદાની બલિહારી છે.
મળ્યું છે વર્ષો પછી એક અનેરું પાત્ર મને,
મારા દિલની પોટલી જ્યાં મેં ઉતારી છે
મનોજ સંતોકી માનસ