મન.....
ખાલી વાસણ પેઠે એ ખખડ્યાં જ કરે છે,
ખૂણા ચોખંડા ભેદવા, એ લથડયાં જ કરે છે.
ભર ચોમાસે મેહ બની વરસવું સારુ હો ,
કોણ અવિરત નેહ માંહે ટપક્યાં જ કરે છે?
ના જ કહી છે મે કે પ્રવેશ નહિ જ આપું,
તોયે એકનેએક એ સ્વપ્ન ખડ્ક્યાં જ કરે છે !
અહો ! શી આભા છે, અહો ! શું નૂર છે એમનું,
શીતળ શણગાર સજી, ઝળક્યાં જ કરે છે.
વિચારોના વૃંદાવનમાંથી પાછો વળ હવે,
મૃગજળ છે ! મન ! કાં રઝળ્યાં જ કરે છે?
@ મેહુલ ઓઝા