અડચણ
કોલસામાં થી ઉજળા હીરા ઓળખવામાં ડહાપણ,
તાંતણુ લઈને તરી જવાય પ્રભુ નામનું વળગણ.
ફૂલોનાં બગીચામાં પ્રસરતી સુગંધમાં અડચણ,
ફોરમ ચપટી સંઘરવી પરિશ્રમમાં અડચણ.
જીવન મરણ જિંદગીનાં સિક્કા અસ્તિત્વમાં અડચણ,
બંધ આંખોમાં હાજરીનો અહેસાસ સ્વપ્નમાં અડચણ.
કાંટાળી રાહ પર ચાલવું પગરણમાં અડચણ,
વિરહની વેદનામાં નિરખવા પલકોમાં અડચણ.
અમીવર્ષાથી તરબતર શ્વાસોશ્વાસમાં અડચણ,
કૃષ્ણ સ્નેહમાં ભીંજાઈ "શ્રીકૃપા" નથી હવે અડચણ.
દિપ્તી પટેલ."શ્રીકૃપા"
વડોદરા.