ભટકે ચિત મોહજાળમાં પ્રસરે સ્મરણ ભીતરમાં,
રોમ રોમ પુલકિત ભાવમાં વસો હૃદયના ધબકારામાં.
ખળભળાટ સંભળાય તમારો વસંતના વાયરા સૂનકારમાં,
વાચા મૌન ઈશારોમાં ઝરમર વરસો મારી કલ્પનામાં.
મધદરિયે એકલતામાં પ્રાર્થું સ્વાર્થ ભરેલી દુનિયામાં,
તરબતર કરી જીવનમાં સિંચો સત્સંગ તુજ ભજનમાં.
બંધ નયનોના શમણામાં ઝબકી સ્વાગત આગમનમાં.
છીપાવી તરસ મૃગજળમાં પ્રકાશો પૂનમના અજવાસમાં,
અંતરચક્ષુ ખોલો મારા કરવા દર્શન તમારા નિરાકારમાં,
"શ્રીકૃપા" કરી કર્યો સ્પર્શ જીવન મોજ તુજ પ્રકાશમાં.
દિપ્તી પટેલ "શ્રીકૃપા"
વડોદરા.