કુદરત થકી મળયું જે મોંઘેરું જીવન,
સમજ રે માનવ અેની કિંમત.
કુદરત થકી મળયું જે સઘળું દરેક ને અળગું
સમજ રે માનવ એ તો નસીબ નુ લખેલું
જેણે આપ્યું જીવન એને ચિંતા સઘળી,
અાપે જ દરેક ને વિચારી વિચારી,
કોઈ ના નહિ રાખે હાથ ખાલી,
પણ માનવ ને સ્વભાવે ના જોવું રાહ મળવાની.
શોધવા દોડે મારે ફાંફા મેળવવા સપના ના અભરખા,
ચિંતા સઘળી પોતેજ કરે લગીરેય નહિ વિશ્વાસે
માનવ સઘળાં દેખાય સરખા મન થી નથી સરખા,
સરખા હોય તો રહે ના રંજ કોઈ ને કોઈ થકી.
ના માને કુદરત ના નિણૅય થી વધુ માગે જે મળ્યું,
તેની કોઈ કિંમત નહિ, નથી મળેલું ને જોવે,
જો મળે રોટલો, એ તો સેવે બીજા નો ઓટલો,
જો મળે ઘર ના સંતોષ જોઈએ મોટો બંગલો.
મળે જો ફરવા ને ગાડી, છીનવી એ બીજા ની વાડી,
મળી રહે પહેરવા, સૂવા પાથરણા, જોઈએ બીજા,
ભય ના લગીરેય કુદરત ના પ્રકોપ થી ના ડર જરીયે,
સમજે દેખાય એ સઘળું પોતાનું, નથી કોઇ બીજા નું.
સમજે એ તો કોક વીરલા મહારથી છે આ તો
જાદુગર ની, માયાજાળ, જાણે સઘળું ભાડાનું,
તસું ના સ્પર્શે અેને રહે એ તો નિર્લેપ થી પ્રસન્ન,
જોવે એ તો સઘળાં નાટક કુદરત ના રમકડાં ના.
દિપ્તી પટેલ "શ્રીકૃપા"
વડોદરા.