કુદરત કરે કરામત જે કોઈ કરી શકે નહીં,
જ્ઞાન ના દરિયા માં ડૂબકી લગાવ્યા કરો કંઈ,
જિંદગીભર અખૂટ જ્ઞાન પામી શકાય નહીં,
લખતાં વાંચતાં રહો છતાં મન, હ્રદય છલકાય નહીં.
કરામત જો થઈ જાય કલમની કાગળ ઉપર,
અંધારામાં પણ પાથરે પ્રકાશ જિંદગી ઉપર,
કરામત પ્રભુ ની બનાવી મનુષ્ય આકૃતિ મારી,
અમી દ્રષ્ટિ વરસાવી પ્રાણ પૂર્યા આકૃતિ માં મારી.
કરામત જુઓ તો અરીસામાં દેખાય ચિત્ર પોતાનું,
ચિત્ર ને બદલે દેખાય જો ચરિત્ર કોણ જુએ પોતાને?
દિપ્તીબેન પટેલ."શ્રીકૃપા"
વડોદરા.